



વૈશ્વિક સ્તરે ફેબ્રુઆરીમાં આજદિન સુધીમા 17,400થી વધુ ટેક્નોલોજી નિષ્ણાતોની છટણી
વિશ્વમાં 340 કંપનીઓએ અત્યાર સુધીમાં 1.10 લાખથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા
કંપનીઓ દ્વારા નજીકના ભવિષ્યમાં છટણીના દોરમાં રાહતની સંભાવના ઘણી ઓછી
રશિયા-યૂક્રેન યુદ્ધ તેમજ કોરોના મહામારીએ વિશ્વનાં અનેક દેશોની ઈકોનોમીનાં પાયા હચમચાવી નાખ્યા છે.
અમેરિકા, બ્રિટન, ચીન, જાપાન, ફ્રાન્સ, જર્મની જેવા મોટા દેશોની ઈકોનોમી પર મંદીનું બુલડોઝર ફરી વળ્યું છે. અનેક નાના દેશોનું અર્થતંત્ર ડચકાં ખાઈ રહ્યું છે. અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશોમાં મંદીની સૌથી વધુ ખરાબ અસર ટેકનોલોજી કંપનીઓ પર પડી છે.