



ઘઉંના ભાવ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાં હોવાથી ભારતીય ઘઉંનાં ભાવમાં પણ ઝડપી તેજી આવી છે, જેને પગલે કેન્દ્ર સરકાર ઘઉંની નિકાસ ઉપર નિયંત્રણો કે નિકાસ બંધ જેવા આકરા પગલા લે તેવી બજારમાં છેલ્લાબે દિવસથી ચર્ચા ચાલી રહી છે.ઘઉંમાં નિકાસ નિયંત્રણો અંગે બજાર સુત્રો કહે છેકે સરકારી ગોડાઉનમાં ઘઉંનો ૨૮૭ લાખ ટન જેવો સ્ટોક પડ્યો છે અને નવી સિઝનમાં સરકારે ટેકાનાં ભાવથી કુલ ૪૪૪ લાખ ટનનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ જો આવા ભાવ રહે તો સરકારને ૨૦૦ લાખ ટન ઘઉં પણ મળવા મુશ્કેલ બની શકે છે અને નવી સિઝનમાં સરકારને વિવિધ યોજનાઓમાં મુશ્કેલી પડી શકે છે.
પરિણામે કેન્દ્ર સરકાર ઘઉંની તેજીને રોકવા માટે કોઈ પગલાઓ લે તેવી સંભાવનાં છે.એક નિકાસકાર કહે છેકે સરકાર માટે અત્યારે તક છે અને એફસીઆઈએ જૂના ઘઉંનાં નિકાસ કરી દેવી જોઈએ. ઘઉંનો વિક્રમી પાક થવાનો છે પરિણામે ઘઉં મળવાના જ છે. ઘઉંમાં જો ભાવમાં હજી રૂ.૧૫૦થી ૨૦૦ જેવો વધારો થશે તો જ સરકાર કોઈ પગલા લેશે એ સિવાય કોઈ પગલા લે તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે.