



રાજ્યોમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પ્રતિ કલાકના 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
નર્મદા,ડાંગ, તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો: વાદળો દેખાયા
નર્મદા ડાંગ અને તાપી જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી એકાએક પલટો આવ્યો છે. લોઅર લેવલે ભેજવાળા વાદળો જોવા મળે છે અને તેના કારણે ગમે ત્યારે માવઠું થવાની શક્યતા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને તાપમાન પણ ઊચકાયુ છે તેના કારણે બફારો વધી જવા પામ્યો છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસરના ભાગરૂપે આજે નર્મદા,ડાંગ, તાપી જિલ્લામાં અને આવતીકાલે આ ત્રણ જિલ્લાઓ ઉપરાંત સુરત વડોદરા પંચમહાલ વગેરે જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. બુધવારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં માવઠાની ભીતિ છે.હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, જમ્મુ કશ્મીર, હરિયાણા,પંજાબ, તમિલનાડુ, વિદર્ભ સહિતના રાજ્યોમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.