



સુરત પોલીસ ગ્રામ્ય ઓસ.ઓ.જી દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરતા મળી મોટી સફળતા સમગ્ર કાર્યવાહીમાં 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત ઓલપાડ પોલીસ મથકની હદમાંથી અધધ કહી શકાય તેમ ૬૦૦ કિલોગ્રામ ગાંજાનો જત્થો ઝડપાયો છે.ગ્રામ્ય એસઓજી પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ ધરપકડ કરી છે જયારે ગાંજો મોકલનાર, મંગાવનાર અને લઇ આવનાર મળી ૬ ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે ઓલપાડ પોલીસની મથકની હદમાં ગ્રામ્ય એસઓજી પોલીસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગ્રામ્ય એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સાયણ ગામની સીમમાં પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પ્રમુખ ટેક્ષ નામની કંપનીની બાજુમાં ખુલ્લા પ્લોટની સામે સુરત ખાતેથી એક આઈસર ટેમ્પામાં ગાંજાનો જત્થો લાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે અહી દરોડો પાડી ટેમ્પો ઝડપી પાડ્યો હતો
પોલીસે આઈસર ટેમ્પામાંથી ૬૦.૦૧ લાખની કિમતનો ૬૦૦.૧૫૦ કિલો ગ્રામ ગાંજાનો જથ્તો, ૧ મોબાઈલ, રોકડા રૂપિયા ૭૨૦૦, ૮ લાખની કિમતનો આઈસર ટેમ્પો, ૨ લાખની કિમતનો એક અન્ય થ્રી વ્હીલ ટેમ્પો, ૩૦ હજારની કિમતની એક બાઈક મળી કુલ ૭૦.૪૮ લાખની મત્તા કબજે કરી હતી