



શિયા અને યુક્રેનના જંગમાં ફસાયા ભારતીયો
ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું
હંગેરીમાંથી તમામ ભારતીયો પરત આવી પહોંચ્યા
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી સોમવારે હંગેરીથી ભારત પાછા આવ્યા છે. ઓપરેશન ગંગા અંતર્ગત હંગેરી બુડાપેસ્ટથી તેમણે 6711 ભારતીયોનું રેસ્ક્યૂ કરાવ્યું છે.
આ રેસ્ક્યૂ કરવામાં આવેલા ભારતીયોની અંતિમ બેંચની સાથે સોમવારે તેઓ ઈંડિયા પરત ફર્યા હતા.
ટ્વિટર પર ખુશી જાહેર કરી
કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર પર ખુશી જાહેર કરતા લખ્યું કે, બુડાપેસ્ટથી આપણા 6711 વિદ્યાર્થીઓની બેંચની સાથે દિલ્હી પહોંચીને ખૂબ ખુશ છું. આ યુવા જ્યારે પોતાના ઘરે પહોંચશે અને જલ્દી પોતાના માતા-પિતા અને પરિવાર સાથે હશે, ત્યારે તેમના ઘરમાં ખુશી અને ઉત્સાહ તથા રાહતનો માહોલ હશે.