



યૂક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સરકાર આ અંગે ચોક્કસ કંઈક કરશે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજની બરાબર ફી લાગશે.ખાનગી મેડિકલ કોલેજોને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય
ખાનગી મેડિકલ કોલેજોની 50 ટકા બેઠકોની ફી સરકારી જેવી રાખવી પડશે
ખાનગી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને એક મોટી રાહત
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધને કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા હતા, જેમને ઓપરેશન ગંગા હેઠળ ભારત લાવવામાં આવ્યા છે.