Aastha Magazine
રશિયાએ પોતાના દુશ્મન દેશોની લિસ્ટ કરી જાહેર
આંતરરાષ્ટ્રીય

રશિયાએ પોતાના દુશ્મન દેશોની લિસ્ટ કરી જાહેર

રશિયા અને યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. બંને દેશોની સેનાઓ વચ્ચે સંઘર્ષ જારી છે. આજે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) માં પણ રશિયા અને યુક્રેનને લઈ સુનાવણી જારી છે. આ સુનાવણીથી રશિયાએ અંતર જાળવ્યું છે. રશિયા તરફથી કોઈ પણ પ્રતિનિધિ ત્યા નથી પહોંચ્યો. આ વચ્ચે ચીનની મીડિયાએ દાવો કર્યો કે રશિયાએ તેના દુશ્મન દેશોની યાદીને મંજૂરી આપી દીધી છે.રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ પ્રકારના આકરા પ્રતિબંધો છતાં રશિયા તરફથી હુમલા વધુ તેજ બની રહ્યા છે. તે સતત યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. આ કારણે સમગ્ર વિશ્વના દેશોને લોકોની નિકાસી કરવામાં મુશ્કેલી પડી રહી છે.

વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે 50 મિનિટ લાંબી વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સીધી વાતચીત કરવા આગ્રહ કર્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના સુમિ શહેરમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સહયોગ આપવા આશ્વાસન આપ્યું હતું. તેના પહેલા વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે આશરે 35 મિનિટ સુધી વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી અને ઝેલેન્સ્કીએ યુક્રેનમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને તેના અલગ અલગ આયામો પર વિચારણા કરી હતી.

Related posts

અબુધાબીના એરપોર્ટ પર આતંકવાદી હુમલો બે ભારતીયના મૃત્યુ

aasthamagazine

Speed News – 07/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

CAAથી ભારતીય મુસ્લિમોને કોઈ નુકસાન નહીંઃ મોહન ભાગવત

aasthamagazine

દુનિયાનો સૌથી મોટો સાયબર હુમલો : અમેરિકાની 200 કંપનીઓ થઇ શિકાર

aasthamagazine

યુક્રેનની સેનાએ બોર્ડર ગાર્ડ પોસ્ટને બોમ્બથી ઉડાવી રશિયાએ કર્યો દાવો

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment