



ગુજરાતની જનતાને હવે કોરોનાથી સંપૂર્ણ રાહત મળી રહી છે. નવા કેસની સંખ્યા હવે 50ને નીચે પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 43 કેસ સામે આવ્યા છે, તો આ દરમિયાન 2 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 142 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 12 લાખ 23 હજાર 305 થયો છે.કોરોનાને લીધે અત્યાર સુધી 10937 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 12 લાખ 11 હજાર 555 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ અને મોતની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 25 કેસ સામે આવ્યા છે. આ સિવાય વડોદરા જિલ્લામાં 9, સુરત જિલ્લામાં 2, અરવલ્લી, બનાસકાંઠા 1, ગાંધીનગર 2, જામનગર, રાજકોટ, સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયો છે. તો રાજકોટ અને સુરતમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.