Aastha Magazine
6 રાજ્યોની 13 રાજ્યસભા બેઠક પર 31 માર્ચે મતદાન
ચૂંટણી

6 રાજ્યોની 13 રાજ્યસભા બેઠક પર 31 માર્ચે મતદાન

6 રાજ્યો માટે 13 બેઠકો પર થનારી આ ચૂંટણીમાં પંજાબમાં પાંચ, કેરળમાં ત્રણ, આસામમાં બે અને હિમાચલ પ્રદેશ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં એક-એક બેઠક માટે મતદાન થવાનુ છે. ચૂંટણી પંચે સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને મતદાનની તારીખનુ એલાન કર્યુ.એપ્રિલ 2022માં સાંસદ એકે એન્ટની, આનંદ શર્મા અને પ્રતાપ સિંહ બાજવા રાજ્યસભામાંથી નિવૃત થઈ રહ્યા છે.તેમના સિવાય નિવર્તમાન રાજ્યસભા સાંસદોમાં આસામથી રાની નારા અને રિપુન બોરા, હિમાચલ પ્રદેશથી આનંદ શર્મા, કેરળથી એ કે એન્ટની, એમવી શ્રેયમ્સ કુમાર અને સોમપ્રસાદ કે, નાગાલેન્ડથી કેજી કેને, ત્રિપુરાથી ઝરના દાસ, સુખદેવ સિંહ, પ્રતાપ સિંહ સામેલ છે.પંજાબથી બાજવા, શ્વેત મલિક, નરેશ ગુજરાલ અને શમશેર સિંહ દુલ્લો રાજ્યસભાના નિવર્તમાન સાંસદ છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર તમામ બેઠક પર નામાંકનની અંતિમ તારીખ 21 માર્ચ 2022 થશે જ્યારે 22 માર્ચે નામાંકનની તપાસ કરવામાં આવશે.

Related posts

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે ?

aasthamagazine

Speed News – 22/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

ગાંધીનગર : મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન : મોદીના માતાએ કર્યું મતદાન

aasthamagazine

ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરેરાશ 74.70 ટકા મતદાન

aasthamagazine

ગુજરાત : ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર, 19 ડિસેમ્બરે મતદાન

aasthamagazine

Leave a Comment