



બ્લાસ્ટ કેસના ખાસ સરકારી વકીલોને સુરક્ષા ફાળવાઈ
બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા આપવામાં આવી ધમકીઓ
કોઇ બનાવ ના બને તેના પગલે ગૃહવિભાગે નિર્ણય કર્યો
અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોંબ ધડાકાના કેસમાં ન્યાયાધીશ અંબાલાલ એ.પટેલને ઝેડ પ્લસ અને ખાસ સરકારી એડવોકેટ એચ.એમ.ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટને પોલીસ સુરક્ષા ફાળવવામાં આવી છે.
જેમાં ગુપ્તચર વિભાગની માહિતીના આધારે રાજયના ગૃહવિભાગ દ્વારા બ્લાસ્ટ કેસ્ના જજ અને ખાસ સરકારી વકીલોને સુરક્ષા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 18મી ફેબ્રુઆરીના રોજ બ્લાસ્ટ કેસના ખાસ જજ અંબાલાલ એ.પટલએ ઐતિહાસીક ચુકાદો આપીને 38 આરોપીઓને ફાંસીની સજા જ્યારે બાકીના 11ને જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા ફરમાવી હતી. આટલી મોટી સંખ્યામાં આરોપીઓને ફાંસીની સજા થઇ હોય તેવો દેશનો આ પહેલો ચુકાદો હતો. જેમા ન્યાયાધીશ અંબાલાલ પટેલની સુરક્ષામાં કેમ વધારો કરવો પડયો તે જાણવા જેવું છે.
બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા આપવામાં આવી ધમકીઓ
વર્ષ 2017થી એડીશનલ સેશન્સ જજ અંબાલાલ પટેલને ખાસ ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને તેઓ લગલગાટ કેસની સુનાવણી કરતા હતા. જેમા કોરોના કાળ દરમિયાન પણ કેસની સુનાવણી ચાલુ રહી હતી. અંતે કેસનો ફેસલો આવતા ગુપ્તચર વિભાગની માહિતીના આધારે ન્યાયાધીશની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે એક સપ્તાહ અગાઉ જ્યારે આરોપીઓને સજા સંભળાવવામાં આવી હતી. ત્યારે પણ આરોપીઓએ તેઓને ધમકી આપી હતી.
બ્લાસ્ટ કેસના ખાસ સરકારી વકીલોને સુરક્ષા ફાળવાઈ
આ પછી ગુપ્તચર વિભાગના રિપોર્ટના આધારે જજની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેમાં ન્યાયાધીશ અંબાલાલ પટેલની કોર્ટમાં દરરોજ ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કોવાર્ડ દ્વારા સવારે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત જજને બુલેટપુફ ગાડી આપવામાં આવી છે. જજની ગાડીને સાથે, ઘરે અને ઓફિસમાં સદ્યન બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જયારે ખાસ એડવોકેટ એચ.એમ.ધ્રુવ, અમીત પટેલ અને સુધીર બ્રહ્મભટ્ટને પણ પોલીસ સુરક્ષા પુરી પાડવામાં આવી છે.