Aastha Magazine
ભયાનક સ્વરૂપ લઈ શકે છે યુદ્ધ, યુક્રેને નાગરિકોને આપી દીધા મોટા આદેશ
આંતરરાષ્ટ્રીય

ભયાનક સ્વરૂપ લઈ શકે છે યુદ્ધ, યુક્રેને નાગરિકોને આપી દીધા મોટા આદેશ

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે જંગ
કાળા સમુદ્રમાં સ્થાનિક કાર્યાલય પર કબ્જો
યુક્રેનના નાગરિકોને અપાયા આ આદેશ
યુક્રેનને તેને સમુદ્રી સરહદથી એકદમ અલગ રાખવાની કોશિશ અંતર્ગત રશિયાની સેનાએ યુક્રેનને એક મુખ્ય બંદર પર નિયંત્રણ કરી લીધું છે, જ્યારે અન્ય એકની ઘેરાબંધી કરી લીધી છે.તો વળી યુક્રેને પોતાના નાગરિકોને આક્રમણકારીયો વિરુદ્ધ ગુરિલ્લા યુદ્ધ છેડવાનું આહ્વાન કર્યું છે. ડનાઈપર નદી પર વસેલા શહેર એેનેરહોદારમાં લડાઈ ત્યારે થઈ જ્યારે બંને પક્ષોએ લોહીયાળ જંગ રોકવાના ઉદ્દેશ્યથી વધુ એક વાર્તા માટે બેઠક કરી હતી. આ શહેર દેશ માટે લગભગ એક ચતૃાંથ ઊર્જા ઉત્પાદન માટે જવાબદાર છે. યુરોપમાં સૌથી મોટા પરમાણુ સંયંત્રના સ્થળ એનેરહોદારનના મેયરે કહ્યું કે, યુક્રેનની સેના શહેરના બહારી વિસ્તારમાં રશિયા સેના સાથે લડી રહી છે. દિમિત્રો ઓરલોવે નિવાસિયોને પોતાના ઘરને ન છોડવાનો અનુરોધ કર્યો છે.

કાળા સમુદ્રમાં બંદરમાં સ્થાનિક સરકારી કાર્યાલય પર કબ્જો

યુક્રેનની તટરેખાથી અલગ કરવાની દેશની અર્થવ્યવસ્થા પર આકરી અસર પડશે અને રશિયાને ક્રીમિયા તટ તેની સરહદથી એક જમીની રેખા બનાવવામાં મદદ મળશે. રશિયા સેનાએ કહ્યું કે, તેની પાસ ખેરસોનનું નિયંત્રણ હતું અને સ્થાનિક યુક્રેની અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, રશિયાઈ દળોએ કાળા સમુદ્રને પોર્ટમાં સ્થાનિક સરકારી કાર્યાલય પર કબ્જો કરી લીધો છે, જેનાથી આ એક અઠવાડીયા પહેલા આક્રમણ શરૂ થયા બાદ કબ્જામાં આવતા પહેલા મોટુ શહેર બની ગયું છે.

કીવ બહાર ઊભી છે રશિયન ટેંક અને અન્ય વાહન

રાજધાની કીવ બહાર પણ ટેંક અને અન્ય વાહન ઊભા નજરે પડી રહ્યા છે. આજોવ સાગર, મારિયુપોલ પર વધુ એક રણનીતિક પોર્ટ શહેરની બહારના વિસ્તારમાં ગુરૂવારે જબરદસ્ત લડાઈ ચાલુ રહી. વિજળી અને ફોન કનેક્શન ઘણી વાર સુધી બંધ રહ્યા અને ઘરો તથા દુકાનદારોને ખાવા અને પીવામાં પણ તકલીફ થવા લાગી. ફોન કનેક્શન કામ ન કરવાની સ્થિતીમાં ડોક્ટરોને એ પણ ધ્યાનમાં રહ્યું કે, ઘાયલ લોકોને ક્યાં લઈ જવા.

બે ટકાથી વધારેની વસ્તી પલાયન કરવા મજબૂર

સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના આંકડા અનુસાર જોઈએ તો, યુદ્ધ ફક્ત સાત દિવસમાં, યુક્રેનની બે ટકાથી વધારે વસ્તી દેશની બહાર જવા માટે મજબૂર થવું પડ્યું છે.

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

વૉશિંગ્ટન : ભારતીય સમુદાયે પીએમ મોદીનુ જોરદાર સ્વાગત કર્યુ

aasthamagazine

દુનિયાના ગરમ રણપ્રદેશમાં બરફ વર્ષા, ગ્લોબલ વોર્મિંગ

aasthamagazine

કોરોનાને કારણે : બેરોજગારી દર ઘટીને ચાર મહિનાના નીચલા સ્તર પર આવી ગયો

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 21/02/2022

aasthamagazine

Leave a Comment