Aastha Magazine
રાજકોટ બિલ્ડર મહેન્દ્ર ફળદુ સૂસાઇડ કેસ : પોલીસ ટૂંકી પડી રહી છે
રાજકોટ

રાજકોટ બિલ્ડર મહેન્દ્ર ફળદુ સૂસાઇડ કેસ : પોલીસ ટૂંકી પડી રહી છે

એડવોકેટ બિલ્ડર મહેન્દ્ર ફળદુ આપધાત કેસમાં ઘટનાના બે દિવસ બાદ પણ નામાંકિત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. રાજકોટ-અમદાવાદના સાતેય બિલ્ડરો ઘરને તાળા મારી થયા પલાયન થયા છે. અમદાવાદ તો ઠીક રાજકોટનો એક પણ આરોપી પોલીસને હાથ ન લાગ્યો. અમદાવાદ ઓઝોન ગ્રુપની ઓફિસે રાજકોટ પોલીસે સર્ચ કર્યું.

મહેન્દ્ર ફળદુની સૂસાઈડ નોટ મા આરોપીઓને IAS અને IPS સાથે રાજકિય સાંસદ સાથે સબંધનો ઉલ્લેખ છે.પલાયનમા મદદરૂપ બન્યાના સવાલ ઉઠ્યા છે. રાજકોટના અમિત ચૌહાણની ભાગીદારી રાજકીય કનેકશનની ચર્ચા. મહેન્દ્ર ફળદુએ જયારે આપધાત કર્યો અને પ્રેસરિલીઝ થઇ ત્યારે આ મોટા માથાને પૂછપરછ કરવા રાઉન્ડ કરી લેવાની જરૂર હોવાની ચર્ચા. નામાંકિત આરોપી બિલ્ડરો કેમ ભાગી રહ્યા છે? શું વગદાર બિલ્ડરો ને બચાવવાં રાજકીય કે સામાજિક નેટવર્ક શરૂ થયું?

કડવા પાટીદાર સમાજના અગ્રણી અને વકીલ મહેન્દ્ર ફળદુના કેસમા સાત બિલ્ડરો સામે આપધાતની ફરજ પાડવા સહિતની કલમ સાથે ગુનો નોંધાયો છે, જેમાં દિપક પટેલ તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ છે. પોલીસ આરોપીઓને ઘરે પહોંચે તે પહેલા તાળા કેમ? રાજકોટ પોલીસ ની ટિમો હજી નામાંકિત બિલ્ડરો પકડવામાં હાલ તો ટૂંકી પડી રહી છે.બિલ્ડર અને પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ઝેરી દવા પીધા પછી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોતાની ઓફિસ ખાતે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા મિડીયાને પ્રેસનોટ મોકલી હતી. અમદાવાદ જિલ્લાની બાવળા તાલુકાની “ધ તસ્કની બીચ સીટી” નામના પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુ અને તેના પરિવારજનોએ 1 લાખ વાર જગ્યા ખરીદીને કરોડોનું રોકાણ કર્યું હતું. મહેન્દ્ર ફળદુના કહેવાથી 2007માં ત્રણ કરોડથી વધારે રૂપિયાનું ઓઝોન ગ્રુપમાં રોકાણ કરાયુ. જો કે ઓઝોન ગ્રુપના બિલ્ડર એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા, અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ પટેલ, દિપક પટેલ , પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જમીનના દસ્તાવેજ કરી આપતા ન હતા.

Related posts

રાજકોટ : ગાઢ ધુમ્મસ છવાયું, ઠંડો પવન

aasthamagazine

ઈન્ડિગો દ્રારા રાજકોટ મુંબઈ-મુંબઈ અને રાજકોટ માટે ની ફલાઇટ પ્રારંભ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/02/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/02/2022

aasthamagazine

રાજકોટ : પોલીસ નવા વેરીયેન્ટને લઇને ફરી વખત એકશનમાં આવી

aasthamagazine

Leave a Comment