Aastha Magazine
ગાંધીનગરમાં 10મી માર્ચથી શરૂ થનાર ડિફેન્સ એક્સપો મોકૂફ રખાયો
ગાંધીનગર સમાચાર

ગાંધીનગરમાં 10મી માર્ચથી શરૂ થનાર ડિફેન્સ એક્સપો મોકૂફ રખાયો

ગાંધીનગરમાં યોજાનારો ડિફેન્સ એક્સ્પો મોકૂફ રખાયો
10 થી 14 માર્ચ દરમિયાન યોજાનાર હતો ડિફેન્સ એક્સ્પો
નવી તારીખ પછી પાછળથી જાહેર કરાશે હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો યોજાવા જઇ રહ્યું હતું. આ ડિફેન્સ એક્સ્પોને લઇ ગાંધીનગરના રામકથા મેદાનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.જો કે હાલ રક્ષામંત્રાલાય તરફખી એવા અહેવાલો મળી રહ્યાં છે કે, ગાંધીનગર ખાતે યોજાનાર ડિફેન્સ એક્સપો તાત્કાલિક મુલતવી રખાયો છે.રક્ષામંત્રાલયના સ્પોક પર્સને ટ્વિટ કરી કારણ જણાવ્યું

ગુજરાતના આંગણે 10 થી 14 માર્ચ દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાનાર ડિફેન્સ એક્સપો હાલ મુલત્વી રાખવામાં આવ્યો છે. મિનીસ્ટ્રી ઓફ ડિફેન્સના સ્પોક પર્સન ભરતભૂષણ બાબુ દ્વારા હાલ ડિફેન્સ એક્સપો મોકૂફ કરાયાની જાહેરાત કરાઈ છે.તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, ગુજરાતના ગાંધીનગરમાં 10 થી 14 માર્ચ દરમિયાન આયોજિત ડિફેન્સ એક્સપોને હાલ લોજિસ્ટિક સમસ્યાઓને કારણે મોકૂફ કરાયો છે. ટૂંક સમયમાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે.

આ વખતે ગુજરાત બન્યું ડિફેન્સ એક્સ્પોનું યજમાન

ઉલ્લેખનીય છે કે, ગત વખતે લખનૌ ડિફેન્સ એક્સ્પો માટે યજમાન હતું જ્યારે આ વખતે ગુજરાત યજમાન બન્યું છે. આ એક્સ્પોને લઇને મુખ્યમંત્રી સમિક્ષા બેઠક યોજી ચૂક્યા છે. ડિફેન્સ એકસ્પોને પગલે સૈન્યના વડા મુકુન્દ નરવણે પણ ગાંધીનગરની મુલાકાતે આવી ચૂક્યા છે. 2022 ના વર્ષમાં ગુજરાતમાં અનેક મોટા કાર્યક્રમો રદ થયા છે

Related posts

ગાંધીનગર : ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ બાળકને તેડીને રમાડયું

aasthamagazine

મુખ્યમંત્રી : મંત્રીઓને ગાંધીનગરમાં ઓફિસ હાજર રહેવાનો આદેશ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

Speed News – 15/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગાંધીનગર એસ ટી ડેપોને ડિસેમ્બર સુધીમાં 20 ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે

aasthamagazine

Leave a Comment