



બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં અસ્થિરતા જોવા મળી રહી છે. ત્યારે રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પીળી ધાતુની કિંમતમાં ફેરફાર જોવા મળી રહ્યો છે સોનાના ભાવમાં ઘટાડો આવ્યા બાદ 24 કેરેટ સોનાના ભાવમાં 440 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો હતો. 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએતો બુધવારે તેની કિંમત 47,700 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી હતી આ સાથે ગુરુવારે 400 રૂપિયા ઘટી હતી. 3 માર્ચે 22 કેરેટ સોનું 47,300 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાય રહ્યું હતું.24 કેરેટ સોનાના ભાવમાં 440 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો.ત્યારે બુધવારે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 52,040 રૂપિયા હતો, તે ગુરુવારે, 3 માર્ચે ઘટીને 51,600 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો હતો.
સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં 100 રૂપિયા નો ઉછાળો નોંધાયો હતો. બુધવારે એક કિલો ચાંદીની કિંમત 67,300 રૂપિયા હતી, તે ગુરુવારે ઘટીને 67,200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ ગયો હતો .
તમને જણાવી દઈએ કે બુલિયન માર્કેટમાં ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. ઓગસ્ટ 2020 માં 22 કેરેટ સોનાની કિંમત 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. જો આપણે સોનાના આજના 47,300 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવને તેના સર્વકાલીન ઊંચા દર સાથે સરખાવીએ, તો આપણે જોશું કે સોનું પ્રતિ દસ ગ્રામ 8,100 રૂપિયા જેટલું સસ્તું થયું છે.