Aastha Magazine
પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટ 30 ના મોત, 50 લોકો ઇજાગ્રસ્ત
Other

પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટ 30 ના મોત, 50 લોકો ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના પેશાવરમાં મોટો વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના પેશાવરમાં થયેલા બ્લાસ્ટમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે આ વિસ્ફોટમાં 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી અનુસાર, પેશાવરના કોચા રિસાલદાર વિસ્તારમાં કિસ્સા ખ્વાની બજાર ખાતેની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે અને તે આત્મઘાતી હુમલો હતો. હુમલામાં બે સુરક્ષાકર્મીઓના પણ મોત થયાના અહેવાલ છે.બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને સુરક્ષા ટીમોએ વિસ્તારને ઘેરી લીધો છે. લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે ઘાયલોમાંથી 10ની હાલત ગંભીર છે.

જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ વિસ્ફોટના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસને શંકા છે કે વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોરના સાથીઓ નજીકમાં હાજર હોઈ શકે છે. લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે ઘાયલોમાંથી 10ની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.

Related posts

જામનગર જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ : અનેક ગામો જળબંબાકાર

aasthamagazine

2022માં 90 દિવસ જ છે લગ્નના મુહુર્ત

aasthamagazine

પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા એ તો ગુલામી પ્રથા કહેવાય : HC

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/02/2022

aasthamagazine

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અગ્રણીનો આપઘાત

aasthamagazine

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment