



વિદ્યાર્થીને ગંભીર હાલતમાં રાજધાની કિવ(Kiev)ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિધાર્થી કાર દ્વારા આઇવિવ(Ivy) સિટી જઈ રહ્યો હતો. પરંતુ અધવચ્ચે જ તેમના પર હુમલો(Attack) થયો અને ગોળી વાગી હતી.વિધાર્થી દ્વારા કહેવામાં આવ્યું છે કે, મારું નામ હરજોત સિંહ છે અને હું એક વિધાર્થી છું. હું અહિયા યુક્રેનમાં ફસાયો છું. હું જ્યારે યુક્રેનમાં કાર દ્વારા આઇવિવ સિટી જઈ રહ્યો હતો તે સમય દરમિયાન અધવચ્ચે જ મારા પર હુમલો થયો અને મને ગોળી વાગી હતી અને યુક્રેનની એમ્બ્યુલન્સ મને ત્યાંથી હોસ્પિટલ લઈ ગઈ હતી. વધુમાં કહ્યું છે કે, હાલમાં ભારતીય દૂતાવાસથી લગભગ 20 મિનિટ દૂર તો હું કિવ શહેરની હોસ્પિટલમાં દાખલ છું. મને તમારી મદદ જોઈએ છે. કૃપા કરીને મને અહીંથી બહાર કાઢવામાં બનતી તમામ મદદ કરવામાં આવે.
પોલેન્ડ સરહદ સુધી પહોંચવાની કોશિશ:
બગડતી સ્થિતિ વચ્ચે, ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભાગી રહ્યા છે અને ભારત પાછા ફરવા માટે પોલેન્ડની સરહદે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાર કેન્દ્રીય પ્રધાનો હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વીકે સિંહ યુક્રેનને અડીને આવેલા દેશોમાં બચાવ કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે પરત ફર્યા છે.