Aastha Magazine
10 માર્ચ પછી પેટ્રોલ-ડીઝલમાં આવી શકે મોટો વધારો
માર્કેટ પ્લસ

10 માર્ચ પછી પેટ્રોલ-ડીઝલમાં આવી શકે મોટો વધારો

ઓઈલ કંપનીઓ 12થી 15 રુપિયાનો વધારો કરી શકે
icici સિક્યોરિટી રિપોર્ટમાં દાવો
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે છેલ્લા ચાર મહિનાથી ઇંધણના ભાવમાં વધારો થયો નથી.

જો કે હવે આગામી 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 12 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.

રિપોર્ટમાં શું છે
icici સિક્યોરિટીઝના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, રિટેલ ફ્યૂલ વેન્ડર્સે કિંમત વસૂલ કરવા માટે 16 માર્ચ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 12 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો વધારો કરવાની જરૂર છે. જો તમે ઓઈલ કંપનીઓના માર્જિનને જો ઉમેરો છો તો 15.1 રૂપિયા પ્રતિ લીટરના ભાવ વધારાની જરૂર છે.બ્રોકરેજ કંપની જે.પી. મોર્ગને એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “આવતા સપ્તાહ સુધીમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ જશે. અનુમાન છે કે આ પછી, દૈનિક ધોરણે ઇંધણના દરમાં વધારો થઈ શકે છે.

10 માર્ચે પછી ગમે ત્યારે થઈ શકે વધારો

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સહિત પાંચેય રાજ્યોની મતગણતરી 10 માર્ચે થવાની છે. ICICI Securitiesના રિપોર્ટમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો ઘરેલુ ઈંધણની કિંમતો સાથે જોડાયેલી છે. સરકારી તેલ કંપનીઓને થયેલા નુકશાનની સરભર કરવા માટે 16 માર્ચ, 2022 સુધી અથવા તે પહેલા 12.1 રુપિયાનો પ્રતિ લીટરનો વધારો કરવો જરુરી બનશે.રિપોર્ટમાં એવું પણ જણાવ્યું કે કંપનીઓ 15 રુપિયા સુધીનો વધારો કરી શકે છે.

Related posts

સીએનજી-પીએનજી વધુ મોંઘા થયા

aasthamagazine

તહેવારમાં મોંઘવારી : છેલ્લા કેટલાય સમયથી દેશમાં મોંઘવારીનો માર પડી રહ્યો છે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

ખાદ્યતેલોના ભાવો ફરી વધવા લાગ્યા

aasthamagazine

તહેવારોની સીઝન અને ઉપર મોંઘવારીનો માર : સિંગતેલ અને કપાસિયાના ભાવ આસમાને

aasthamagazine

ઇન્કમટેક્સનું છેલ્લું રિટર્ન નહીં ભર્યું હોય તો વિઝા પણ નહીં મળે

aasthamagazine

Leave a Comment