#Saurashtra University scam will not be run. : MP Rambhai Mokria
Aastha Magazine
#Saurashtra University scam will not be run. : MP Rambhai Mokria
ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડ ચલાવી નહીં લેવાય. : સાંસદ રામભાઈ મોકરીયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીકાંડના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે અને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ મુદ્દે હવે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ વિવાદીત નિવેદન આપ્યું છે. રામ મોકરીયાએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાનું ધામ છે અને વિદ્યાના ધામમાં આ પ્રકારનું કૌભાંડ ચલાવી નહીં લેવાય. અધ્યાપકોની ભરતીમાં ભલામણ થવી જ ન જોઇએ. સેનેટ અને સિન્ડિકેટમાં મામા-માસીના ન લેવાય તે માટે અમે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પક્ષ પ્રમુખ સી.આર.પાટીલને રજુઆત કરીશું. પેધી ગયેલા અને 19 કે 9 વર્ષથી સિન્ડિકેટ સભ્યોને હું બે હાથ જોડીને વિનંતી કરૂ છું કે, પોતાના પદ સ્વૈચ્છિક રીતે ખાલી કરી નવા લોકોને તક આપે.

કાયમી પ્રોફેસરો હાજરી આપતા ન હોય તે અંગે પણ રજુઆત કરીશ

ખાનગી કોલેજોને મંજૂરી વધુ આપવામાં આવતી હોય છે તે અંગે રામ મોકરીયાએ જણાવ્યું હતું કે, આ કોલેજોને મોનોપોલી હોય છે કે, વિદ્યાર્થીને બીજી કોલેજમાં એડમિશન ન મળે અને પોતાની કોલેજ ભરાય જાય પછી સીટ ઓપન કરે તેવી કંઇક તરકીબો અજમાવે છે. શિક્ષણ એ કોઇ ધંધો નથી, શિક્ષણ આપવાની સેવા આપવાનું છે. કલાધર આર્યની ભરતીને લઇને મારી પાસે કોઇ પુરાવા આવશે તો હું યોગ્ય પ્લેટફોર્મમાં રજુઆત કરીશ. કાયમી પ્રોફેસરો હાજરી આપતા ન હોય તે અંગે પણ રજુઆત કરીશ. સેનેટની ચૂંટણીમાં નો રિપીટની થિયરી અપનાવવી જોઇએ. જે સિન્ડિકેટ સભ્યો વર્ષોથી પેધી ગયા છે તે અંગે પણ વિચારણા કરવા શિક્ષણમંત્રીને જાણ કરીશું.

યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતને લઇ ફરિયાદ કરવા માગતી નથી

રામ મોકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઇ રજુઆત કરવા માટે નહોતો ગયો પણ માત્ર મળવા ગયો હતો. વિદ્યાર્થી પરિષદના ત્રણ કાર્યકરોને પોલીસે પકડીને બેસાડી દીધા હતા. તેના પર આરોપ હતો કે તમે તોફાન કરો છે. મેં ક્લિપ જોઇ તેમાં વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ નહોતો કોઇ બીજા જ લોકો તોડફોડમાં હતા. પોલીસે પણ તેઓ પાસેથી મોબાઇલ ઝુટવી બેસાડી દીધા હતા. પોલીસનું પણ વર્તન એક વિદ્યાર્થીઓ પ્રત્યે ગુંડા તત્વોનું હોય તેવું લાગ્યું હતું. યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતને લઇ ફરિયાદ કરવા માગતી નથી.

મારા-તારાની ભલામણથી જ કોલેજોમાં જે થાય છે તે બધુ બંધ થવું જોઇએ

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Saurashtra University scam will not be run. : MP Rambhai Mokria

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

તલાટીની 3,437 જગ્યા માટે 23.40 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરાયાં

aasthamagazine

ગુજરાતમાં ફરી અતિભારે વરસાદના દિવસો : હવામાન વિભાગે કરી આગાહી

aasthamagazine

રાજ્યના 50 ટકાથી વધુ ડેમ ખાલી : 31 જિલ્લાઓમાં “અપૂરતો” વરસાદ

aasthamagazine

માસ્ક પહેરો અને સોશ્યિલડિસ્ટન્સ જાળવો આસ્થા મેગઝીન ની – અપીલ. | 10/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની પ્રેસ કોન્ફરન્સ – 08/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment