



કોઈ ખોટા પૈસા લેતા TRB જવાન ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સંદેશ આપતા કહ્યું હતું કે TRBના જવાનોની જવાબદારી ઉપલાં અધિકારીની રહેશે. જો નાગરિકો પાસે ઉઘરાણી કરાશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી.
મહત્વનું છે કે TRB જવાનનું મુખ્ય કાર્ય પોલીસને મદદ કરવાનું તેમજ ટ્રાફિક નિયમન કરવાનું છે. કોઈ પણ TRB જવાન તમારી પાસે દંડના નામે રૂપિયા ઉઘરાવી શકે નહીં તે સત્તા ફક્ત પોલીસ તેમજ TRBના ઉપલા અધિકારીને જ આપવામાં આવી છે. જો કઈ TRB જવાન તમને પકડે અને રૂપિયાની માગણી કરે તો સબૂત તરીકે વીડિયો ઉતારી ઉપલા અધિકારીને બતાવી શકો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા અનુસાર TRB જવાનોની કામગીરીની તમામ જવાબદારી તેના ઉપલા અધિકારીની છે.
નાગરિકોને હેરાન કરતાં TRB જવાનોની હવે ખેર નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ TRB જવાનોથી જનતાને પડતી તકલીફ પર મોટું નિવેદન આપતા કહ્યું છે કે જો નાગરિકો પાસે ઉઘરાણી કરાશે તો કડક પગલાં ભરાશે. TRB પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી દાદાગીરી કરીને રૂપિયા વસૂલતા જવાનોના અનેક વીડિયો વાયરલ થયા છે.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Action will be taken if TRB jawans are caught taking wrong money on the road: Minister of State for Home Affairs