



PSI અને એલઆરડીની સીધી ભરતીના નિયમોમાં ફેરફાર કરાયા છે. હવે સીધી ભરતીમાં 15 અને 8 ગણાના નિર્ણયને બદલી નખાયો છે. શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવી દેવાઇ છે. જેથી પીએસઆઇ અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઇ શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક પ્રાપ્ત થશે.આ અંગે ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે 4 જાન્યુઆરી 2021ના જાહેરનામાથી પ્રસિદ્ધ કરવામા આવેલી પરીક્ષાના નિયમોમાં સબ ઇન્સ્પેકટર સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારો પૈકી 15 ગણા મેરીટોરિયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલા તમામ ઉમેદવારો પૈકી ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના લેખિત તબક્કાની પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઇ રદ કરવાની રજૂઆત બાદ રાજ્ય સરકારે ઉમદેવારોની માંગને રાજ્ય સરકારે સ્વીકારી છે.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Changes in PSI-LRD recruitment rules