



રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્ય સરકાર ટાસ્ક ફોર્સની રચના કરી ને પ્રજાના કામ ઝડપભેર થાય તે દિશામાં આગળ વધી રહી છે રાજ્યના તમામ કલેક્ટરો અને પ્રાંત અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની બેઠક વી.સી મારફતે ગાંધીનગર ખાતે બોલાવી છે.આ ટાસ્ક ફોર્સ પ્રજાના પ્રશ્નોના નિકાલ ને લઈને આવેલી ફરિયાદ સંદર્ભે કલેકટર કચેરીની ઓચિંતી ચકાસણી કરશે અને જે ફરિયાદો છે તેને સ્થળ પર નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવશે.મહેસુલ વિભાગમા તમામ કલેકટર અને પ્રાંત અધિકારી સાથે બેઠક નુ આયોજન કરવામા આવ્યુ છે. વિડિયો કોન્ફરન્સ દ્રારા વિગતો મેળવી તેના પર ચર્ચા અને ઉકેલ લાવવામાં આવશે.મહેસુલ વિભાગની ટીમો બનશે જે ટીમ ની અંદર ડેપ્યુટી કલેક્ટર થી નીચેની કક્ષાનો એક પણ અધિકારી નહીં હોય અને આ ટાસ્ક ફોર્સ ઓચિંતિ ગમે તે જિલ્લા કલેકટર ઓફિસે જઈને ચકાસણી કરશે.અને પડતર પ્રશ્નો વગેરે પર ચર્ચા થશે.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Revenue Department Task Force to be formed: Revenue Minister# Rajendra Trivedi