#Arrival of winter: There will be possibility of Mawtha
Aastha Magazine
#Arrival of winter: There will be possibility of Mawtha
ગુજરાત

શિયાળાનું આગમન : માવઠાં થવાની શક્યતા રહેશે

સામાન્ય રીતે હવે વરસાદની વિદાય થઈ છે છતાં પણ ક્યારેક ક્યારેક રાજ્યના ભાગોમાં માવઠાં થવાની શક્યતા રહેશે . દિવાળી કે દિવાળી પછી સામાન્ય રીતે સ્વાતિ નક્ષત્ર આવતું હોય છે . સ્વાતિ નક્ષત્રમાં ચોમાસાની વિદાય સારી રીતે થતી હોય છે . આ વખતે કપાસને ફળ – ફુલ આવવાની શરૂઆત થતી હોય છે . સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થાય તો કપાસના રૂની ગુણવત્તા બગડે છે . સ્વાતિ નક્ષત્રના વરસાદથી કેળમાં બરાસ કપૂર અને વાંસમાં વાંસ કપૂર જામે છે . પરંતુ આ વખતે ઝેરી જીવજંતુના મોંઢામાં ઝેર વધે છે . કહેવાય છે કે દરિયાઈ છીપોમાં સ્વાતિ નક્ષત્રના વરસાદથી મોતી જામે છે . સ્વાતિ નક્ષત્રમાં જળના છાંટા પડે તો માછલીના પેટમાં મોતી ઉત્પન્ન થાય છે
આ વખતે હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ છે . જો શિયાળું પવન એટલે ચોખ્ખો ભુખરવા ઉત્તર અને ઈશાનમાંથી પવન આવે તો આ પવનથી પાછોતર પાકને ફાયદો થાય છે . આસો માસમાં શિયાળો વહેલો વળે તેમ કઠોળના પાકને ફાયદો કરે છે . આ વખતે સામાન્ય રીતે હિમાલય અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા તેમજ બરફવર્ષા વરસે છે અને પવનની ગતિથી આ ઠંડી દેશમાં ફેલાતી હોય છે . ઠંડીનો પ્રવાહ પાકને ફાયદો કરે છે . ઘણી વખત શિયાળામાં હિમ પડતો હોય છે . તે કપાસ , ઘઉં વગેરેને નુકસાન કરે છે . શિયાળામાં ઠંડી પડે અને શિયાળો લંબાય અને ઉનાળામાં બરાબર ગરમી પડે તો આવા સંજોગોમાં સારું ચોમાસું આવતું હોય છે .

આસો માસમાં ખાસ વરસાદ સારો નહીં . ઘણી વખત ઉભા પાકને નુકસાન કરે છે . આસો સુદી પૂનમ નિર્મળ અને વાદળ વગરની હોય તો સારું . આસો વદી તેરસ , ચૌદશ અને અમાસ અને નવા વર્ષના કારતક સુદી એકમ તેમ ચાર દિવસ વાદળા હોય તો આવતું વર્ષ સારું આવે તેમ મનાય છે .
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Arrival of winter: There will be possibility of Mawtha

Related posts

ભૂપેન્દ્ર પટેલની સરકારના 121 દિવસ : 49 હજાર કામોના લોકાર્પણ

aasthamagazine

બાલ સેવા યોજના બંધ થઈ ન હોવાનો મુખ્યમંત્રીએ કર્યો દાવો

aasthamagazine

ગુજરાત : જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવને લઈને સરકારે કરી જાહેરાત

aasthamagazine

હવામાન વિભાગ : આવતા 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી

aasthamagazine

જાહેરમાર્ગો પર નૉન-વેજની લારીઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

aasthamagazine

આગામી સમયમાં વરસાદને લઈને પણ કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા

aasthamagazine

Leave a Comment