



વ્હાઈટ ટોપિંગ ટેક્નોલોજીનું રાજકોટમાં અમલ થાય તો લોકો અને તંત્ર બંનેને ઘણો ફાયદો થશે.
ડામર રોડ એ ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર કહેવાય છે જ્યારે તેને સ્થાને રીઝિડ સીસી રોડ બનાવવો હોય તો ડામરને ખોદીને ફરીથી સમથળ કરી લોખંડ અને સિમેન્ટ વાપરવાનો રહે છે જેથી કોસ્ટ ડામર કરતા અનેકગણી હોય છે. જ્યારે વ્હાઈટ ટોપિંગ ટેક્નોલોજીએ આ બંને વચ્ચેનો રસ્તો છે જેમાં ડામર પર જ સિમેન્ટ અને કેમિકલનું લેયર મશીન વડે બિછાવાય છે અને સીસી રોડ બને છે. ફરક એટલો કે તેને રીઝિટ સીસી રોડ ન કહી શકાય. આવા રોડનું આયુષ્ય ડામર કરતા 15થી 20 વર્ષ વધુ હોય છે. કોંક્રીટ હોવાથી વરસાદી પાણીમાં પણ ડામરની જેમ તરત ઉખડે નહિ.
આ ઉપરાંત તે રીઝિડ સીસી રોડ સ્ટ્રક્ચર કરતા સસ્તું છે જ્યારે ડામર રોડ કરતા લગભગ દોઢું મોંઘું છે પણ તેની સામે દર વર્ષે પેચવર્ક અને ખાડા બૂરવાના ખર્ચમાં રાહત મળી જાય છે. હજુ ઘણી વિગતો અને ડોક્યુમેન્ટ આવવાના બાકી છે તે તમામ આવી જાય એટલે કમિશનરે બનાવેલી એક્સપર્ટ કમિટીમાં ચર્ચા કરાશે અને એકાદ રોડ પર તેનો પ્રયોગ કરી શકાશે. આ ટેક્નોલોજી પર ભરોસો વધુ એટલા માટે છે કારણ કે, મુંબઈ, ઈન્દોર, પુનાએ તેને અપનાવી છે અને અમદાવાદમાં પણ ટેન્ડર થઈ રહ્યું છે. શરૂઆતમાં થોડી સમસ્યા થશે પણ ટેક્નોલોજીનો જેમ જેમ ઉપયોગ કરીશું તેમ તેમ કામમાં ઝડપ આવશે અને શહેરીજનોને ખૂબ જ સારા રોડ મળશે.વ્હાઈટ ટોપિંગથી રસ્તાનો રંગ થોડો સફેદ થાય છે જ્યારે ડામર કાળો હોય છે. કાળો રંગ પ્રકાશ શોષી લે છે જ્યારે સફેદ પરાવર્તિત કરે છે આ જ કારણે રાત્રીના સમયે થોડો પણ પ્રકાશ હશે તો પણ રોડની સપાટી પરથી પરાવર્તિત થતા રોશની વધારે લાગશે. આ જ બાબત તડકાને પણ લાગુ પડે છે. વ્હાઈટ ટોપિંગવાળો રોડ ડામરની સરખામણીએ ઘણો ઓછો ગરમ થાય છે.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Roads will be built with white topping technology