



ભારે વરસાદના કારણે ઉત્તરાખંડ અને કેરળ આ સમયે ખરાબ રીતે પ્રભાવિત છે, અહીં વરસાદને કારણે ભારે વિનાશ થયો છે. ઉત્તરાખંડમાં સરકારના જણાવ્યા અનુસાર, વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. જેમાં કુમાઉંમાં સૌથી વધુ 42 મોત નોંધાયા છે, જો કે રાહત અને બચાવ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે પરંતુ હવામાન હજુ પણ ખરાબ છે અને રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ છે.કેરળમાં યલો એલર્ટ
ભારતીય હવામાન વિભાગે કેરળના 11 જિલ્લાઓમાંથી ઓરેન્જ એલર્ટ પાછું ખેંચી લીધું છે અને હવે તેણે ત્યાં યલો એલર્ટ જારી કર્યું છે. ભારે વરસાદને કારણે, રાજ્યના ઘણા જિલ્લાઓ પાણીમાં ડૂબી ગયા છે અને ઘણા લોકો બેઘર પણ થઈ ગયા છે, જો કે વહીવટીતંત્ર લોકોને મદદ કરી રહ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ઝડપી ચાલી રહ્યું છે.
26 ઓક્ટોબરે વિદાય લેશે ચોમાસું જ્યાં ઉત્તરાખંડ અને કેરળની આ હાલત છે, બીજી તરફ, IMD મુજબ, 26 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સમગ્ર દેશમાંથી વિદાય લેશે અને ઉત્તરાખંડનો ખરાબ સમય પસાર થઈ ગયો છે, પરંતુ ચોમાસાની વિદાય સમયે, યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, બંગાળ, સિક્કિમ અને નોર્થ ઈસ્ટમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન ક્યાંક જોરદાર પવન પણ ફૂંકાશે અને વીજળી પણ ત્રાટકી શકે છે.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#The monsoon will bid farewell on October 26