#Rajkot: "Son gets intoxicated due to collusion of police and drug mafia",: Mother's grief
Aastha Magazine
#Rajkot: "Son gets intoxicated due to collusion of police and drug mafia",: Mother's grief
રાજકોટ

રાજકોટ : “પોલીસ અને ડ્રગ્સ માફિયાઓની મિલીભગતથી પુત્ર નશાના રવાડે ચડ્યો”, : માતાની વેદના

ડ્રગ્સના રવાડે ચડેલો અને અંડર 19મ ક્રિકેટ રમેલો યુવાન પુત્ર ચિઠ્ઠી લખી ઘર છોડી ક્યાંક લાપત્તા થતા પોલીસને રજૂઆતો બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થયાના આક્ષેપ સાથે આજે નશાની લતે ચડેલા એ પુત્રની માતા મીડિયા સમક્ષ આવી હતી. તેણી આક્ષેપ કર્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન આવ્યું છે. ગૃહમંત્રીના નિવેદન મુજબ પોલીસે અગાઉ જ પેડલરને ઝડપી લીધી છે, અને આમાં સંડોવાયેલા અન્ય સપ્લાયરોને ઝડપી લેવા પણ આદેશ કરાયો છે.

માતાએ આજે મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા કે, ડ્રગ્સ પેડલરોને કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચડે છે. મારો 23 વર્ષનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો છે. સુધા ધામેલીયા નામની આરોપીની એસઓજીએ ધરપકડ કરી હતી. જૂન મહિનામાં અરજી પર ડ્રગ્સ પેડલર મહિલાની ધરપકડ કરી હતી. પરંતુ અન્ય આરોપીઓની ધરપકડ થાય તેવી માગ છે. મારો પુત્ર આજે 2:30 વાગ્યે ઘરે ચિઠ્ઠી મૂકી જતો રહ્યો હતો. મારો પુત્ર સલામત સ્થળે હોવાની પોલીસે માહિતી આપી છે. રાજકોટના રૈયાધારમાં મારો પુત્ર ડ્રગ્સ લેવા જતો હતો. અનેક વિસ્તારોમાં ડ્રગ્સ વેચાતું હોવાનો આરોપ આ માતાએ કર્યો છે. “તારા સપના મેં પુરા નથી કર્યા, હું તારું નામ રોશન નથી કરી શક્યો” એમ ચિઠ્ઠીમાં લખી પુત્રે ઘર છોડ્યું છે.

માતાએ કહ્યું કે, મારો પુત્ર અનેક જાણીતા ક્રિકેટરો સાથે પણ મેચ રમી ચૂક્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે 2500થી 3000 રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો. આ અંગે પોલીસને રજૂઆત બાદ કોઈ પગલાં તો લેવાયા નથી. પણ આ ડ્રગ્સ માફિયાઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ મને ધમકી આપી રહ્યાં છે. પોતે પોલીસ કમિશ્નરને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં તેમને રાજકોટ ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાને જૂન મહિનામાં મળી રજુઆત કરી હતી. ત્યારે એક મહિલા પેડલરને પકડી લેવાઈ હતી. પરંતુ પોલીસને રજુઆત કરી હતી ત્યારે મને અને મારા પુત્રને મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. મહિલાએ મીડિયા સમક્ષ ડ્રગ માફિયાઓની પોલીસ સાથે મીલીભગત હોવાથી કાર્યવાહી ન થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સમયે રાજકોટ એસઓજી પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને તુરંત મહિલાને ત્યાંથી લઇ જઈ નિવેદન લેવા તજવીજ હાથ હતી અગાઉ આ મહિલાની અરજી મળી હતી.
તેના પુત્ર અને પુત્રવધુ એમ.ડી ડ્રાગ્સના રવાડે ચડ્યા હતા. આ અરજી મળતા એસઓજીએ ગુનો નોંધી તપાસ કરી ડ્રગ્સ પેડલર મહિલાની ધરપકડ કરી હતી. હાલ આ ડ્રગ્સ પેડલર મહિલા જેલમાં છે જેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્રણ વર્ષમાં રાજકોટ પોલીસે નાર્કોટિક હેઠળના 50 કેસ નોંધેલા છે. રાજકોટમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનું વેંચાણ ન થાય તેને લઈને પોલીસ સતર્ક છે. ક્રિકેટર યુવક ગુમ છે તેને શોધવા ટીમો કામ કરી રહી છે. તપાસના આદેશ આપ્યા છે, જો કોઈ પોલીસની ભૂમિકા હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: “Son gets intoxicated due to collusion of police and drug mafia”,: Mother’s grief

Related posts

રાજકોટ : આર.કે ગ્રુપ ૩૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા

aasthamagazine

રાજકોટ : જાહેર માર્ગ પર વાહનો પાર્ક કરવા ભરવો પડશે ચાર્જ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 10/02/2022

aasthamagazine

Speed News – 02/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા જીતુ વાઘાણી રાજકોટમાં

aasthamagazine

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં આમ આદમી તમામ બેઠકો પર ઝંપલાવશે

aasthamagazine

Leave a Comment