#પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેળવનાર ભાવિના પટેલને ચેક આપીને સરકારે કર્યુ સન્માન
Aastha Magazine
#भाविनाबेन पटेल
ગુજરાત

પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેળવનાર ભાવિના પટેલને ચેક આપીને સરકારે કર્યુ સન્માન

રાજ્યના ગૃહ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી આજે પેરાઓલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલના ઘરે પહોચ્યા હતા. જ્યાં મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ સાથે રહ્યા હતા. હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને તેમની સાથે બેસીને તેમને શુભેચ્છાઓ આપી હતી અને પેરાઓલિમ્પિક અંગે વાતચીત કરી હતી બાદમાં તેમના સિલ્વર મેડલ અંગે પણ ચર્ચા કરી હતી. જે બાદ સરકાર દ્વારા કરાયેલ ૩ કરોડની જાહેરાતનો ચેક પણ આપ્યો હતો.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ભાવિના પટેલને ઘરે આવ્યો તેનો ખુબ આનંદ છે. રાજ્ય સરકાર વતી ઇનામ નહિ પરંતુ ૩ કરોડનો ચેક ગૌરવના રૂપે આપવામાં આવ્યો છે. આજે ભાવિના પટેલના ઘરેથી કઈક શીખીને જાવ છું. ભાવિના પાસેથી પણ ઘણા સૂચનો મળ્યા છે. અગામી દિવસમાં તે મુદ્દાઓ ચર્ચામાં મુકવામાં આવશે અને આવા અનેક ખેલાડીઓ દેશનું નામ રોશન કરે તે માટે તૈયારી કરાવવામાં આવશે.

ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે ભાવિનાનો મુકાબલો હતો. યિંગે ભાવનાને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ જીત્યો. ભાવિનાને સિલ્વર મળ્યો હતો. ભાવિનાબેન પટેલે અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની જોયજ ડી ઓલિવિયરાને 12-10, 13-11, 11-6થી હરાવિ હતી. તેણે પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ મેડલ સુનિશ્ચિત કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભાવિનાબેન પટેલે સિલ્વર મેડલ મળતા તેના વતનમાં ઉજવણી કરવામાં આવી હતી.

#પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેળવનાર ભાવિના પટેલને ચેક આપીને સરકારે કર્યુ સન્માન

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ 08/01/2022

aasthamagazine

Speed News – 01/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત બોર્ડર પર આરોગ્ય અને પોલીસની ટીમો તૈનાત

aasthamagazine

પરીક્ષા રદ થતાં ૮૮ હજાર વિદ્યાર્થીઓની મહેનત માથે પડી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

નવરાત્રિ બાદ ધીમીગતિએ શિયાળાનુ આગમન થઈ ચૂક્યુ

aasthamagazine

Leave a Comment