



બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાનને મળવા માટે મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં હાલ જેલમાં છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ આર્યન ખાન વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આર્યન ખાનની જામીન અરજી બુધવારે (20 ઓક્ટોબર) ના રોજ ફગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ શાહરૂખ ખાન ગુરુવારે (21 ઓક્ટોબર) સવારે 9.30 કલાકે પુત્ર આર્યનને મળવા જેલ પહોંચ્યો હતો.
આર્યનની ધરપકડ બાદ શાહરૂખ પ્રથમ વખત જોવા મળ્યો હતો
શાહરૂખ ખાન તેના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યો હતો. શાહરૂખ જેલની બહાર બેઠેલી એક મહિલા અને અન્ય લોકોને હાથ જોડીને અભિવાદન કરતો જોવા મળ્યો હતો. આર્યન ખાનને ડ્રગના કેસમાં કથિત જોડાણ માટે 2 ઓક્ટોબરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો
#શાહરૂખ ખાન આર્યનને મળવા પહોંચ્યો જેલ