#ભારતે 100 કરોડ રસીકરણનો ઐતિહાસિક લક્ષ્‍‍ય હાંસલ કર્યો
Aastha Magazine
#ભારતે 100 કરોડ રસીકરણનો ઐતિહાસિક લક્ષ્‍‍ય હાંસલ કર્યો
રાષ્ટ્રીય

ભારતે 100 કરોડ રસીકરણનો ઐતિહાસિક લક્ષ્‍‍ય હાંસલ કર્યો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતને 100 કરોડનો ઐતિહાસિક રસીકરણ લક્ષ્‍ય હાંસલ કરવા માટે શુભેચ્છા પાઠવી છે. સરકારી આંકડાઓ મુજબ ભારતમાં ત્રણ- ચતુર્થ (75%) વયસ્કોએ કોરોનાનો પહેલો ડોઝ લગાવી લીધો છે જ્યારે 30 ટકા પાત્ર લોકોએ બંને ડોઝ લગાવી લીધા છે.

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં કુલ 12.21 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે, મહારાષ્ટ્રમાં 9.32 કરોડ, પશ્ચિમ બંગાળમાં 6.85 કરોડ, ગુજરાતમાં 6.76 કરોડ, મધ્ય પ્રદેશમાં 6.72 કરોડ, બિહારમાં 6.35 કરોડ, કર્ણાટકમાં 6.17 કરોડ, રાજસ્થાનમાં 6.10 કરોડ અને તમિલનાડુમાં કોરોનાવાયરસની રસીના કુલ 5.39 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

તેમાં પણ કોવિશિલ્ડના સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડના આખા ભારતમાં 88.4% એટલે કે 87.93 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોવેક્સિનના 11.4% એટલે કે 11.4 કરોડ અને Sputnik Vના 0.1% એટલે કે 10.48 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતે લક્ષ્‍ય હાંસલ કર્યો
આ ઐતિહાસિક અવસર પર ડબલ્યૂએચઓના મહાનિદેશક ટેડ્રોસ અદનોમ ઘેબ્યેયિયસે ટ્વીટ કરી કહ્યું કે, ‘હું ભારતના વડાપ્રધાન, સ્વાસ્થ્યકર્મીઓ અને ભારતના લોકોને તેની આબાદીને કોરોનાથી બચાવવા અને રસીકરણના લક્ષ્‍યોને પ્રાપ્ત કરવાના અવસર પર શુભેચ્છા પાઠવું છું.’

#ભારતે 100 કરોડ રસીકરણનો ઐતિહાસિક લક્ષ્‍‍ય હાંસલ કર્યો

Related posts

જમ્મુ-કાશ્મીર : બડગામ મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

aasthamagazine

મથુરામાં દારૂ-માંસના વેચાણ પર : યોગી સરકાર

aasthamagazine

હિન્દુ-મુસ્લિમના પૂર્વજો એક જ છે, અંગ્રેજોએ ખોટી ધારણા આપી : મોહન ભાગવત

aasthamagazine

10માં બજેટની 10 મોટી વાતો – ખેડૂત, મહિલાઓ અને મિડલ ક્લાસને શુ ?

aasthamagazine

સુપ્રીમ કોર્ટના 10 જજ અને 400થી વધુ કર્મચારીઓ કોવિડ-19થી સંક્રમિત

aasthamagazine

જમીન વેચીને મોદી સરકાર ભેગા કરશે 600 કરોડ : દિગ્વિજય સિંહ

aasthamagazine

Leave a Comment