



રાજધાની દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ સુધી શાકભાજીના ભાવમાં ભયંકર વૃદ્ધિ જોવા મળી રહી છે. કિંમતોમાં વધારો હોલસેલ માર્કેટમાંથી લઈને રિટેલ માર્કેટ સુધી છે. ટામેટા પર સૌથી વધારે મોંઘવારીની માર છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની અસર હવે લોકોની રસોઈ પર પણ જોવા મળી રહી છે.વરસાદની અસર ટામેટા પર પણ પડી છે. ટામેટા ઓછા આવી રહ્યા છે. શહેરોમાં ટામેટાની છુટક કિંમત 50 રૂપિયાથી લઈને 93 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે.
પાકને નુકસાન અને બજારમાં પહોંચવામાં મોડાઈના કારણે ટામેટાની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. કલકત્તામાં ટામેટાની છૂટક કિંમત 93 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે, જે એક લિટર ડીઝલના બરાબર છે. આ પ્રકારે ચેન્નઈમાં સોમવારે ટામેટા 60 રૂપિયા કિલો, દિલ્હીમાં 59 રૂપિયા કિલો અને મુંબઈમાં 53 રૂપિયા કિલો સુધી વહેંચાયા.હોલસેલ બજારમાં પણ ટામેટાની કિંમત ઘણી વધારે છે. હોલસેલ બજારની વાત કરીએ તો કલકત્તામાં ટામેટા 84 રૂપિયા, ચેન્નઈમાં 52 રૂપિયા, મુંબઈમાં 30 રૂપિયા અને દિલ્હીમાં 29.50 રૂપિયા કિલો હતા.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Inflation: Rising prices of vegetables from the wholesale market to the retail market