



રાજ્યમાં ચોમાસાને કારણે રસ્તા પર પડેલા ખાડાનું પેચવર્ક કામ 90 ટકા પૂર્ણ થઇ ગયું છે. હજી પણ ઠેર ઠેર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે મેયરે જણાવ્યું હતું કે, શહેરની અંદર 70 ટકા જ પેચવર્કનું કામ થયું છે. આ થૂંકના સાંધે કપચી અને ડામર લગાવી ખાડા પૂરવામાં તો પૂરવામાં આવ્યા પણ કોઇ લેવલ ન હોવાથી સ્થિતિ એવી ને એવી જ છે.
થોડીઘણી ધૂળ નાખી મનપાએ સંતોષ માની લીધો:સ્તામાં ખાડાની અંદર રિક્ષા, ટ્રક, બાઇક ફસાય જાય છે. આ વર્ષે બીજા ચોમાસા બાદ પણ રસ્તો એવો ને એવો જ છે, કોઇ સુધારો થયો નથી.આ વર્ષે રાજકોટમાં ખૂબ જ ભારે વરસાદને કારણે મહાનગરપાલિકા વિસ્તારોમાં મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર ખાડા પડ્યાની ફરિયાદ મળેલી છે. ખાડા જે તે સમયે મેટલકામથી પૂર્યા હતા. વરસાદ બંધ થતા મુખ્ય માર્ગો પર ખાડા પૂરી પણ નાખ્યા છે. તમામ રસ્તા પર મુખ્ય ખાડા છે તે પૂરી નાખ્યા છે. શહેરમાં સોસાયટીની અંદર જે ખાડા પડ્યા છે તે પૂરવાની કામગીરી ચાલુ છે. આગામી ત્રણ દિવસમાં તમામ માર્ગો પર કોર્પોરેશનના માધ્યમથી ખાડા પૂરી આપવામાં આવશે.વરસાદને કારણે રસ્તા પર ખાડા પડી જવાને કારણે 5 કરોડનું નુકસાન થયું છે. તેમાં અંદાજે 2 ખરોડના ખર્ચે ડામર પેવર કામના માધ્યમથી ખાડા પૂરી દીધા છે. આગામી દિવસોમાં ત્યાં પેવરથી ડામરથી રસ્તા મઢવાના છે. ત્યારબાદ એક્શન પ્લાનના કામ કરવામાં આવશે. રસ્તા પરના પેચવર્કની કામગીરી 70 ટકા પૂરી કરવામાં આવી છે. બાકી 30 ટકા કામગીરી છે તે આગામી 3થી 4 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
પુનિત ચોકડીથી લઇને વગડ ચોકડી સુધી 5 કરોડનો રસ્તો બનશે એટલે કે 80 ફૂટ રોડ તરીકે ગણાતા પુનિત ચોકડીથી લઇને વગડ ચોકડી સુધી પાંચ કરોડના ખર્ચે ડામર પેવર રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડને જોડતો આ માર્ગ છે. લોકોને પણ આ રસ્તાનો પુરેપુરો લાભ મળશે. બંને તરફ પેવિંગ બ્લોક અને વચ્ચે ડામર સાથે આધુનિક રસ્તો બનાવવામાં આવશે.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Ther Ther Big pits: Pit town: Pit kingdom on the road: Spit joints