#Rajkot: If a vehicle is parked near a house, market or office, the corporation will charge
Aastha Magazine
#Rajkot: If a vehicle is parked near a house, market or office, the corporation will charge
રાજકોટ

રાજકોટ : ઘર, બજાર કે ઓફિસ પાસે વાહન પાર્ક કર્યું તો પાલિકા ચાર્જ લેશે

રાજકોટ મહાનગર પાલિકા હવે પાર્કિંગ પોલીસી મુદ્દે પ્રજા પર આર્થિક ભારણ વધારી રહી છે. આ અંગેની એક દરખાસ્ત તા.20 ઑક્ટોબરના રોજ મળશે. રાજકોટ શહેરમાં નવી પાર્કિંગ પોલીસી અુસાર ઘર, બજાર કે ઓફિસ પાસે પાર્ક કરેલા વાહન પર પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવશે.ટુ વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર, હેવી વ્હીકલ્સના ચાર્જ નક્કી થશે. એ પ્રમાણે ચાર્જની વસુલાત કરાશે.જ્યાં 48 રાજમાર્ગો પર વિસ્તારને આધારે પાર્કિંગના દર નક્કી કરાશે.રાજકોટ શહેર માટે પોલીસી તૈયાર થઈ ચૂકી છે. એટલે હવે ટો કરવા માટે પોલીસની ગાડી જ નહીં મહાનગર પાલિકાનું વાહન પણ આવશે. અત્યારે માત્ર નીતિ વિષયક સૈદ્ધાંતિક દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. પાર્કિંગ પોલીસી તૈયાર થઈ ગઈ છે. આ માટે કેટલાક વાંધા સૂચન પણ મંગાવવામાં આવ્યા હતા. કુલ 10 વાંધા સુચન મળ્યા હતા. જેને ધ્યાને લઈને કમિશનરે એક બેઠક પણ યોજી હતી. અત્યારે પાર્કિંગ પોલીસી અને પાર્કિંગ બાયલોઝ તૈયાર છે. જેને શહેરી વિકાસ વિભાગની મંજૂરી અર્થે ટૂંક સમયમાં રવાના કરવામાં આવશે. રાજકોટ શહેરની મુખ્ય બજારમાં કોઈ પાર્કિંગ સુવિધા નથી. હવે મહાનગર પાલિકા જાહેર રસ્તા પર પાર્ક થયેલા વાહનો પર પાર્કિંગ ચાર્જ વસુલ કરશે. સુવિધા ઊભી કર્યા વગર ચાર્જ વસુલાત થતા લોકોમાં આ અંગે અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. રાજકોટ શહેરમાં અત્યારે સર્વેશ્વર ચોક, 150 ફૂટ રીંગરોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ જેવા મુખ્ય લોકેશન પર રૂ.5થી લઈને રૂ.50 સુધીનો પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. મુખ્ય ચોકની 30 મીટરની ત્રિજ્યામાં પણ નો પાર્કિંગ રહેશે.ડૉ. યાજ્ઞિક રોડ, ડૉ. દસ્તુર માર્ગ, ઢેબર રોડ, ટાગોર રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી, કેનાલ રોડ, દાણાપીઠ, રીંગરોડ, સોની બજાર, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, રેસકોર્ષ રીંગ રોડ. શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં રસ્તાની સાઈડમાં કોઈ વાહન પાર્ક કરશે તો વધારે ચાર્જ વસુલાશે. અત્યાર સુધી ટ્રાફિક પોલીસ નડતર રૂપ અને નો પાર્કિંગમાં રહેલા વાહન લઈ જતી હતી. અથવા ટાયરમાં ક્લેમ્પ કરી દેતી હતી. નવી પોલીસીમાં આ સત્તા મહાનગર પાલિકા પાસે છે. પાર્કિંગમાં જગ્યા છે કે નહીં એ અંગે માહિતી મળી રહેશે. આ માટે ખાસ સેન્સર મૂકવામાં આવશે. જેના પરથી ખ્યાલ આવશે કે, ક્યા પાર્કિંગમાં કેટલી જગ્યા છે. વાહનચાલકોને સાઈટ શોધવા માટે પણ તે મદદરૂપ રહેશે. જેથી કાર પાર્ક કરવા માટે હવે લાંબો સમય નહીં બગડે.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: If a vehicle is parked near a house, market or office, the corporation will charge

Related posts

રાજકોટ : કોન્સ્ટેબલની દાદાગીરી : ટ્રાફિક કર્મી તાલિબાની વલણ અપનાવતો જોવા મળે છે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

રાજકોટ રેલવે જંકશન એક્સલરેટર લિફ્ટ યુક્ત સ્ટેશન બન્યું

aasthamagazine

રાજકોટમાં મંત્રી માંડવીયાએ કહ્યું: ત્રીજી લહેર ડાઉન

aasthamagazine

રાજકોટ : એક વર્ષથી આર.કે. ગ્રૂપના તમામ વ્યવહારો પર આવકવેરાની નજર હતી

aasthamagazine

Leave a Comment