



રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડનો નાણાકીય દંડ લગાવ્યો છે. RBI એ તેના નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્કે વ્યાપારી બેંકો અને પસંદગીની નાણાકીય સંસ્થાઓ દ્વારા છેતરપિંડી વર્ગીકરણ અને અહેવાલ નિર્દેશ 2016 માં સમાવિષ્ટ નિર્દેશોનું પાલન ન કરવા બદલ ભારતીય સ્ટેટ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
આ સાથે આરબીઆઈએ કહ્યું કે આ કાર્યવાહી નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર કરશે નહીં. સાથોસાથ જાણ કરવામાં આવી કે આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 47A (1) (c) ની જોગવાઈઓ હેઠળ સત્તાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે.
SBI ઉપરાંત RBI એ એક ખાનગી બેંક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પર 1.95 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને અન્ય કારણો સાથે, નિર્ધારિત સમયગાળામાં સાયબર સુરક્ષા ઘટનાની જાણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ કરવામાં આવ્યો છે.
સમગ્ર કેસમાં આરબીઆઈ દ્વારા બેંકમાં જાળવવામાં આવેલા ગ્રાહક ખાતાઓની તપાસ કરવામાં આવી હતી અને રિપોર્ટની તપાસ કરવામાં આવી હતી અને સૂચનાઓનું પાલન કરવામાં વિલંબ બહાર આવ્યો હતો, આ ખાતામાં છેતરપિંડીની જાણ આરબીઆઈને કરવામાં આવી હતી. જે બાદ બેંકને નોટિસ આપવામાં આવી હતી અને બાદમાં બેંક પર દંડ ફટકારવામાં આવ્યો હતો.
#Reserve Bank of India: State Bank fined Rs 1 crore
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)