#13,058 new cases of corona, 164 patient deaths
Aastha Magazine
#13,058 new cases of corona, 164 patient deaths
આરોગ્ય

કોરોનાના 13,058 નવા કેસ, 164 દર્દીઓના મોત

દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકાં દેશમાં કોરોનાના 13.058 નવા કેસ સામે આવ્યા છે કે જે 231 દિવસમાં આવેલા સૌથી ઓછા કેસનો આંકડો છે જ્યારે 164 લોકોના મોત થયા છે. જ્યારે 19,470 લોકો હૉસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પણ પાછા આવ્યા છે. દેશમાં હાલમાં સક્રિય કેસ 1,83,118 છે કે જે 227 દિવસમાં સૌથી ઓછા કેસ છે.

વળી, કુલ કેસનો આંકડો 3,40,94,373 થઈ ગયો છે અને કોરોના અત્યાર સુધી 4,52,454 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 3,34,58,801 લોકો કોરાથી રિકવર પણ થયા છે. જ્યારે કાલ સુધી દેશમાં વેક્સીનેશનનો આંકડો 98,67,69,411 પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 6676 નવા કેસ સામે આવ્યા છે અને 60 મોત થયા છે.

24 કલાકમાં 1485 નવા કોરોના કેસ આવ્યા સામે

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 1485 નવા કોરોના કેસ સામે આવ્યા અને 2078 લોકો રિકવર થયા જ્યારે 27 લોકોના મોત થઈ ગયા. વળી, કર્ણાટકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 214 નવા કોરોના કેસ સામે આવ્યા. 488 લોકો રિકવર થયા અને 12 મોત થયા અને પડોશી રાજ્ય તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 1192 નવા કોરોના કેસ સામે આવ્યા. 1423 લોકો રિકવર થયા અને 13 મોત થયા છે.

ત્રીજી વેવ આવતા પહેલા દેશભરમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ છે. અમુક વેક્સીનની બાળકો પર પણ ટ્રાયલ સફળ રહી છે પરંતુ ભારતમાં હજુ 18 વર્ષથી ઓછી વયજૂથના બાળકોને રસી મૂકવામાં આવતી નથી. વળી, ઉત્તરાખંડની 100 વસ્તીને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લાગી ચૂક્યો છે. આ વાત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહુને અભિનંદન પાઠવ્યા છે.

#13,058 new cases of corona, 164 patient deaths

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

માર્કેટમાં મળતી થઈ જશે સર્વાઈકલ કેન્સરની રસી

aasthamagazine

ગુજરાતમાં કોરોના સુસ્ત પડ્યો અડધો અડધ કેસ ઘટી ગયા

aasthamagazine

ઓમિક્રૉનના નવા પાંચ કેસ, કુલ આંકડો 38

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/03/2022

aasthamagazine

ગુજરાતમાં કોરોનાની તુલનામાં કેન્સરથી વધુ મોત

aasthamagazine

કોરોના વાયરસના કેસ ફરીથી વધ્યા : 40 હજારથી વધુ નવા દર્દી

aasthamagazine

Leave a Comment