#Railways: Waiting in more than 300 trains
Aastha Magazine
#Railways: Waiting in more than 300 trains
રાષ્ટ્રીય

રેલવે : 300થી વધુ ટ્રેનોમાં વેઇટિંગ

રેલવે વિભાગ પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનનું સંચાલન પણ કરતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી તહેવારોને લઈને વિશેષ ટ્રેનના સંચાલન અંગે જાહેરાત ન કરાતાં પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા છે.
દિવાળી વેકેશન માટે રેલવે વિભાગ દર વર્ષે પ્રવાસીઓના ધસારાને જોઈને વિશેષ ટ્રેનનું સંચાલન કરતું હોય છે. જેમાં તહેવારોના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે. જેમાંથી રેલવે વિભાગને મોટી આવક પણ થતી હોય છે. જોકે આ વર્ષે તહેવાર માટે વિશેષ ટ્રેનના સંચાલન અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. જેના કારણે પ્રવાસીઓ અટવાયા છે. આ દિવસો દરમિયાન દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે.

નવભારત ટુર્સના સંચાલક રોહિત ઠક્કરનું કહેવું છે કે, પાછલાં વર્ષોના અનુભવને આધારે વિશેષ ટ્રેનો માટે રિઝર્વેશન શરૂ થતાની સાથે જ ગણતરીના દિવસોમાં બુકિંગ થઇ જતું હોય છે. મોટા રૂટ પર હાલ ફ્લાઈટના ભાવ પણ વધુ જોવા મળી રહ્યા છે, તેવામાં એક માત્ર રેલવે સામાન્ય જનતા માટે પરવડે એવું માધ્યમ છે. એક તરફ ફ્લાઈટમાં 100% કેપિસીટી સાથે ઉડાનનું સંચાલન કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. તો ટ્રેનમાં હજુ સુધી મર્યાદાઓ કેમ રાખવામાં આવી છે? હાલ કેટલીક ટ્રેનો બંધ છે. જેના કોચ પણ જે છે તે જ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. જો તે કોચનો ઉપયોગ કરવામાં આવે તો રેલવેને ફાયદો થઈ શકે છે.

#Railways: Waiting in more than 300 trains

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

તાલીબાનો અને સંઘ પરિવાર સરખા : જાવેદ અખ્તર

aasthamagazine

Speed News – 05/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

UPSCએ ઉમેદવારો માટે 1800-11-8711 હેલ્પલાઇન નંબર

aasthamagazine

પીએમ મોદી દુનિયાના 8માં સૌથી પ્રશંસનીય વ્યક્તિ

aasthamagazine

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કોરોના પોઝિટિવ આવ્યા

aasthamagazine

મમતા દીદીએ મુંબઈમાં રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ.

aasthamagazine

Leave a Comment