



ઉત્તરાખંડમાં બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે સોમવારે અને મંગળવારે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગની ચેતવણીને જોતા હાલમાં ચાર ધામ યાત્રા પણ રોકી દેવામાં આવી છે. સાવચેતી રૂપે શ્રદ્ધાળુઓને આગલા આદેશ સુધી વિવિધ પડાવો પર જ રોકાવા માટે કહેવામાં આવ્યુ છે. આ સાથે જ રાજ્યમાં સોમવારે 12માં સુધીની સ્કૂલો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર
દહેરાદૂન સ્થિત રાજ્ય હવામાન વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશક વિક્રમ સિંહના જણાવ્યા મુજબ અરબ સાગરમાંથી ઉઠેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. આની અસર આખા રાજ્યમાં જોવા મળશે. મેદાની વિસ્તારોમાં 70-80 કિમી પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના છે. તેમણે જણાવ્યુ કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં વરસાદ સાથે પહાડો પર હિમવર્ષાની સૂચના છે.
કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયાગ, ગુપ્તકાશી, ફાટામાં રોકવામાં આવ્યા
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ચાર ધામ યાત્ર પર પહોંચી રહ્યા છે. ખાસ કરીને કેદારનાથમાં મુસાફરો મોટી સંખ્યામાં છે. ગયા શનિવારે લગભગ 16 હજાર શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કર્યા. વળી, રવિવારે લગભગ 18 હજાર લોકોએ બાબા કેદારનાથના દર્શન કર્યુ. રુદ્રપ્રયાગના ડીએમ મનુજ ગોયલે જણાવ્યુ કે દર્શન બાદ શ્રદ્ધાળુને પાછા મોકલવામાં આવી રહ્યા છે. પગપાળા માર્ગ પર એસડીઆરએફ અને પોલિસની ટીમ તૈનાત છે. તેમણે જણાવ્યુ કે હાલમાં કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયાગ, ગુપ્તકાશશી અને ફાટામાં રોકવામાં આવ્યા છે.
#Rain alert: Chardham Yatra stopped