



મંદિરની અને દરિયાઇ સુરક્ષા વધુ મજબૂત બનાવવા હેલિકોપ્ટર દ્વારા 700 મીટર જેટલી ઓછી ઉંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ
અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના તમામ વિભાગો સતત ખડેપગે રાખવામાં આવ્યા છે
આજે અચાનક જ સોમનાથ મંદિરની ઉપરથી હેલિકોપ્ટર ફરતા દેખાતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઇ હતી
પરંતુ કોઇ જ એવી અનિચ્છનીય ઘટના બની નથી. વાત એમ છે કે સોમનાથ મંદિરની અને દરિયાઈ સુરક્ષાને લઈ કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટરોએ હવાઈ પેટ્રોલિંગ કર્યું હતું. તાજેતરની ઘટનાઓ બાદ દરિયાઇ સુરક્ષાને ધ્યાનમાં રાખતા Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષા સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના ભાગરૂપે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
#Somnath: Helicopter patrolling the temple by the Coast Guard