#The arrival of winter has begun
Aastha Magazine
#The arrival of winter has begun
ગુજરાત

શિયાળાનુ આગમન શરૂ થઈ ગયુ છે

ઉત્તર-પૂર્વિય દિશામાંથી ઠંડા પવનો ફૂંકાતા શનિવારે લઘુત્તમ તાપમાન ૩.૪ ડિગ્રી ગગડીને ૨૦ ડિગ્રી થઈ ગયુ હતુ. વહેલી સવારે અને રાતે શહેરીજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. વહેલી સવારના સમયે ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાવા લાગ્યુુ હતુ. હજૂ આગામી એકાદ અઠવાડીયામાં ઠંડીનુ પ્રમાણ વધશે તેવી હવામાન ખાતાની આગાહી છે.

શહેરમાં નવલી નવરાત્રીના ચાર દિવસ દરમિયાનમાં વરસાદી ઝાપટા પડયા હતા, પરંતુ નવરાત્રી પૂર્ણ થતાની સાથે જ ચોમાસુ વિદાયમાન થયુ છે અને ઉત્તર- પૂર્વિય દિશામાંથી ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે. જેના કારણે બિલ્લીપગે શિયાળાનુ આગમન શરૂ થઈ ગયુ છે.

વહેલી સવારના સમયે ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાવા લાગ્યુ છે અને તેની સાથે ફૂલ ગુલાબી ઠંડીનીનો ચમકારો અનુભવાય છે. જોકે, બપોરે ગરમી અનુભવાઈ હતી. જોકે, ૦.૪ ડિગ્રીના ઘટાડા સાથે ગરમીનો પારો ૩૪.૬ ડિગ્રી રહ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન ૩.૪ ડિગ્રી ગગડતા ૨૦ ડિગ્રી નોંધાયુ હતુ.

ઉત્તર- પૂર્વિય દિશામાંથી ૭ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૬૮ ટકા અને સાંજે ૪૦ ટકા રહ્યુ હતુ. જ્યારે હવાનુ દબાણ ૧૦૦૨.૩ મિલીબાર્સ નોંધાયુ હતુ. જોકે, રાતે ફરી વાતાવરણમાં શીત લહેર ફરી વળી હતી.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#The arrival of winter has begun

Related posts

ગુજરાત : માવઠાથી ખેડૂતો મુશ્કેલીમાં

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 18/02/2022

aasthamagazine

ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે અને 1 નેશનલ હાઇવે સહિત 207 રસ્તા બંધ

aasthamagazine

આત્મા યોજના અંતર્ગત કરાર આધારીત કર્મચારીઓના 10 ટકા ઈન્ક્રિમેન્ટ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/01/2022

aasthamagazine

ભાજપના નેતા જશુ ભીલ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

aasthamagazine

Leave a Comment