



ભરતી સંપૂર્ણ રીતે પારદર્શક હશે. વડોદરાની મુલાકાત દરમિયાન જાહેર મંચ પરથી હર્ષ સંઘવીએ રાજ્યના યુવાનોને વિશ્વાસ અપાવ્યો કે પોલીસ વિભાગમાં થનારી ભરતી સંપૂર્ણ પારદર્શી હશે. તેમાં કોઇપણ પ્રકારની ગેરરિતી કે અન્ય ફરિયાદને સ્થાન નહીં રહે છે. સાથે જ તેઓએ દાવો કર્યો કે પોલીસ વિભાગમાં પહેલા પણ પારદર્શી રીતે ભરતી થતી હતી. અને ભવિષ્યમાં પારદર્શક રીતે ભરતી કરાશે. તેમજ યુવાનોને વિશ્વાસ અપાવ્યો કે તમારા મનમાં કોઈ પણ સંકોચ હોય તો અડધી રાત્રે મારી પાસે આવજો. માહિતી અનુસાર આગામી સમયમાં ગુજરાત પોલીસમાં 28 હજાર ભરતી કરવામાં આવશે. ત્યારે ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, ‘પારદર્શક હશે ભરતી, ખોટી વાતોથી ન ભરમાય યુવાનો’.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: Police will be transparent Recruitment: Minister of State for Home Harsh Sanghvi