#Rains in Kerala have caused havoc
Aastha Magazine
#Rains in Kerala have caused havoc
Other

કેરળમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે

મૂશળધાર વરસાદના કારણે 9 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ગૂમ થયા છે. વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદની સૌથી વધુ અસર કુટ્ટીક્કલ (Koottickal), કોટ્ટયમ (Kottayam), ઈડુક્કી (Idduki) અને કોક્કયર (Kokkayar)માં થઈ છે.
કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એ ઉપરાંત ભૂસ્ખલનની ઘટના પણ બની હતી. વરસાદી અકસ્માતોના કારણે છ લોકોનાં મોત થયા હતા. તે સિવાય ૧૨ જેટલાં લોકો લાપતા બનતા તેમની ભાળ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાહત કામગીરી માટે રાજ્ય સરકારે સૈન્યની મદદ લીધી છે. કેરળના કોટ્ટાયમ, ઈડુક્કી સહિતના પાંચ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પદનમટિટ્ટા, એર્નાકુલમ, કોટ્ટાયમ, ઇડુક્કી, ત્રિશૂરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રેડ એલર્ટ આગામી બે દિવસ માટે જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓ ત્રિવેન્દ્રમ, કોલ્લમ, અલ્પુલા, પલક્કડ, મલપ્પુરમ, કોલિકોડ અને વાયનાડ છે જેના પર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પરિસ્થિતીને જોતા ગૃહમંત્રી અમિતશાહે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ વરસાદ અને પૂરની સ્થિતી પર નિરિક્ષણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને શક્ય બને તેટલી મદદ કરી છે. બીજી તરફ બચાવ કાર્યોમાં પણ એનડીઆરએફની ટીમોને મોકલી દેવામાં આવી છે.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Rains in Kerala have caused havoc

Related posts

જન્મેલા બાળકોના ફોટોગ્રાફ લીધા પછીઆધાર કાર્ડ જારી કરવામાં આવશે

aasthamagazine

વિદ્યાર્થીઓને ઠપકો આપવો કે હળવો માર મારવો તે અપરાધ નથી: હાઈકોર્ટ

aasthamagazine

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અગ્રણીનો આપઘાત

aasthamagazine

કોરોનાની ત્રીજી લહેરનાં પગલે આ વર્ષે પણ પતંગ બજારોમાં મંદીનો માહોલ

aasthamagazine

ઉત્તરાખંડ : ઋષિકેશથી શ્રીનગર નેશનલ હાઈવે -58 પર ભૂસ્ખલન થયું

aasthamagazine

કમોસમી વરસાદી માવઠા વરસતાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ

aasthamagazine

Leave a Comment