



પેટ્રૉલના ભાવમાં લિટર દીઠ ૩૦ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કર્યો હતો.
ભાવવધારાને પગલે મુંબઈમાં પેટ્રૉલનો ભાવ રૂપિયા ૧૦૯.૨૫ અને ડીઝલનો ભાવ રૂપિયા ૯૯.૫૫ થયો હતો.
દિલ્હીમાં પેટ્રૉલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૧૦૩.૨૪ અને ડીઝલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૯૧.૪૨ થયો હતો.
લખનઊ અને ગાંધીનગરમાં પણ પેટ્રૉલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૧૦૦થી વધી ગયો હતો.ખનિજ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સતત વધારો થતો હોવાથી દેશમાં પણ વાહનોના ઈંધણના ભાવ વધી રહ્યા છે.
ઑઇલ માર્કેટિંગ કંપનીઓ ગયા મહિનેથી પેટ્રૉલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરી રહી છે. પેટ્રૉલમાં ૨૮ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં લિટર દીઠ રૂપિયા ૨.૧૫ અને ડીઝલમાં ૨૪ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં લિટર દીઠ રૂપિયા ૩.૧૫ વધ્યા હતા
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Petrol, #diesel #prices #skyrocket