#To sell: #LIC and #BPCL's turn: Move to fill government coffers by selling stake
Aastha Magazine
#To sell: #LIC and #BPCL's turn: Move to fill government coffers by selling stake
રાષ્ટ્રીય

વેચવાનું છે : એલઆઈસી અને બીપીસીએલનો વારો ? : હિસ્સો વેચીને સરકારી તિજોરી ભરવાની હિલચાલ ?

એર-ઈન્ડિયાને પ્રાઈવેટ સેક્ટરને સોંપ્યા બાદ હવે કેન્દ્ર સરકાર પ્રાઈવેટાઈઝેશન અને ડિસઈન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય પૂરું કરવા માટે ઝડપથી કામ કરશે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મોદી સરકાર અડધા ડઝન જેટલી કંપનીનું પ્રાઈવેટાઈઝેશન કે પછી ડિસઈન્વેસ્ટમેન્ટની યોજના બનાવી રહી છે.સરકારે આ નાણાકીય વર્ષમાં પ્રાઈવેટાઈઝેશનથી ૧.૭૫ લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. જોકે સરકારને અત્યાર સુધી એક્સિસ બેંક, એનએમડીસી અને હુડકો વગેરેમાં ભાગીદારીના વેચાણથી માત્ર ૮૩૬૯ કરોડ રૂપિયા અને હાલમાં એર ઈન્ડિયાના વેચાણથી ૧૮ હજાર કરોડ રૂપિયા મળ્યા છે. આમ સરકાર અત્યાર સુધી ૨૬,૩૬૯ કરોડ રૂપિયા મેળવી શકી છે. સરકારનું લક્ષ્ય છે ૧.૭૫ લાખ રૂપિયા ભેગા કરવાનું, જે તેના લક્ષ્યથી ઘણું આઘું છે.૧.૭૫ લાખ કરોડ રૂપિયા તિજોરીમાં જમા કરવા માટે સરકાર એલઆઈસી અને બીપીસીએલ ઉપરાંત અન્ય ચાર કંપનીઓ પવનહંસ, નીલાંચલ ઈસ્પાત નિગમ, સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, આઈડીબીઆઈ અને એસસીઆઈ (શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) કંપનીનો હિસ્સો પણ વેચવાની છે.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#To sell: #LIC and #BPCL’s turn? : Move to fill #government coffers by selling stake?

Related posts

21 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ બનેલી હરનાઝ કૌર

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

ભારત-પાકિસ્તાનનો મેચ ‘રાષ્ટ્રધર્મ’ વિરૂદ્ધ : રામદેવ

aasthamagazine

બિપિન રાવતના નિધન બાદ આ નામ પર વાગી શકે છે આગામી CDS તરીકેની મહોર

aasthamagazine

BSFએ કચ્છમાંથી પાકિસ્તાનની 9 બોટો ઝડપી પાડી

aasthamagazine

દિલ્હી : વાયુ પ્રદુષણની ખતરનાક અસર બાળકોમાં શ્વાસ લેવાની તકલીફ

aasthamagazine

Leave a Comment