#My father is not a zoo animal, #Manmohan Singh's daughter #Mansukh Mandvia erupted
Aastha Magazine
#My father is not a zoo animal, #Manmohan Singh's daughter #Mansukh Mandvia erupted
રાષ્ટ્રીય

મારા પિતા ઝૂના જાનવર નથી, મનમોહન સિંહની દીકરી મનસુખ માંડવિયા પર ભડકી

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની તબિયત ખરાબ થતાં દિલ્હીની એઆઈઆઇએમએસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તેમના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યારબાદ માંડવિયાએ આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.આ મામલે મનમોહન સિંહની દીકરી દમન સિંહે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. સૂત્રોના જણાવ્યાનુસાર તેમણે કહ્યું હતું કે, મારા પિતા મુશ્કેલીભરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેઓ વૃદ્ધ છે કોઇ ઝૂના જાનવર નથી. હાલમાં મારા પિતાની તબિયત સ્થિર છે, પરંતુ તેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે. આરોગ્ય પ્રધાન મારા પિતાના હાલચાલ પૂછવા આવ્યા તે સારી વાત છે. જોકે મારા પિતા તે સમયે ફોટો પડાવવાની સ્થિતિમાં નહોતા. મારી માતાએ ભારપૂર્વક કહ્યું હતું કે ફોટોગ્રાફરે રૂમમાંથી બહાર જવું જોઈએ, પરંતુ તેમની આ વાતને પૂરી રીતે અવગણવામાં આવી હતી.
આ મામલે ડોક્ટરોએ પણ કહ્યું હતું કે, પરિવારની સંમતિ વિના લેવામાં આવી હોય તો એ નૈતિકતાનું ઉલ્લંઘન છે. માંડવિયાએ તસવીર શેર કરતાં લોકોએ તેમને ટ્રોલ કર્યા હોવાથી તેમણે તાત્કાલિક તસવીરને ડિલિટ કરી હતી.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#My father is not a zoo animal, #Manmohan Singh’s daughter #Mansukh Mandvia erupted

Related posts

PM મોદી પંજાબના સૌથી સંવેદનશીલ ઝોનમાં 20 મિનિટ ફસાયા

aasthamagazine

દોઢ કરોડથી વધારે ભારતીયોએ રાષ્ટ્રગીત અપલોડ કરીને નવો રેકોર્ડ સર્જયો

aasthamagazine

PM મોદી આદેશ : 31 ઓક્ટોબર પહેલા બધાજ પેન્ડિંગ કામ પતાવા

aasthamagazine

આવતી કાલે દેશભરમાં ખેડૂતોનુ ભારત બંધ

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહની તબિયત અચાનક બગડી ગઈ

aasthamagazine

Leave a Comment