#Terrorists in #Jammu and Kashmir are not stopping their# nefarious activities
Aastha Magazine
#Terrorists in #Jammu and Kashmir are not stopping their# nefarious activities
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાની નાપાક હરકતો કરવાનુ બંધ નથી કરી રહ્યા

ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં બિહારના એક પાણીપુરીવાળાને ઠાર કર્યો હતો, જ્યારે પુલવામામાં યુપીનો રહેવાસી સગીર અહેમદ માર્યો ગયો હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે આ વાતની પુષ્ટિ કરી છે.

બિહારના બાંકાના રહેવાસી અરવિંદ કુમારની શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં અરવિંદનું મોત થયું છે. થોડા સમય બાદ યુપીના સહારનપુરમાં રહેતા મજૂર સગીર અહમદને પુલવામામાં ગોળી મારી દીધી હતી.શ્રીનગરમાં બિન-મુસ્લિમો અને બહારના લોકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિને ગોળી વાગી હતી તે જમ્મુ -કાશ્મીરનો રહેવાસી નહોતો.
આતંકીઓએ ફરી એકવાર આઈડી જોયા બાદ ગોળી ચલાવી છે. પોલીસે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને શ્રીનગરની SMHS
હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હુમલાખોરની શોધખોળ ચાલુ છે. મેડિકલ સુપરિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ અરવિંદ કુમાર શાહ તરીકે થઈ છે. તે 30 વર્ષનો હતો.

એવું જાણવા મળ્યું છે કે બિહાર અને યુપીના બે મજૂરોને અલગ અલગ ઘટનાઓમાં ગોળી વાગી છે. શ્રીનગરના ઇદગાહ પાર્કમાં બિહારના એક મજૂરને માથામાં ગોળી વાગી છે. જાણવા મળ્યું છે કે આ મજૂરનું નામ અરવિંદ કુમાર છે અને તે બિહારનો રહેવાસી હતો. આ સિવાય યુપીના સગીર અહેમદને પણ પુલવામામાં ગોળી વાગી છે અને તેની હાલત નાજુક છે.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Terrorists in #Jammu and Kashmir are not stopping their# nefarious activities

Related posts

ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરે કેન્દ્ર સરકાર : ઈલાહાબાદ હાઈકોર્ટ

aasthamagazine

દુનિયાના સૌથી મોટા હીરાની થશે લીલામી, ગિનીજ બુકમાં નામ

aasthamagazine

AIMIMના ચીફ ઓવૈસીના કાફલા પર પાંચ રાઉન્ડ ફાયરિંગ

aasthamagazine

J&Kની શાંતિને બગાડવા માંગે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે : ગૃહમંત્રી અમિત શાહ

aasthamagazine

કોવિડ-૧૯ના વધેલા કેસને લીધે દિલ્હીમાં વીકઍન્ડ કરફ્યુ

aasthamagazine

વડાપ્રધાન મોદીએ 35 પાકની ખાસ જાતો લોન્ચ કરી

aasthamagazine

Leave a Comment