#Rajkot: Fireworks-Diwali carnival will not be held in Dhanteras
Aastha Magazine
#Rajkot: Fireworks-Diwali carnival will not be held in Dhanteras
રાજકોટ

રાજકોટ: આતશબાજી-દિવાળી કાર્નિવલ ધનતેરસે નહીં યોજાઈ

દર વર્ષે દિવાળીના તહેવારોમાં રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય આતશબાજી યોજવામાં આવે છે. જે શહેરીજનોમાં ખુબ લોકપ્રિય છે. જો કે સતત બીજા વર્ષે ધનતેરસે આતશબાજી યોજવામાં આવશે નહીં તેવી સત્તાવાર જાહેરાત આજે મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. દર વર્ષે દિવાળીના તહેવારમાં કોર્પોરેશન દ્વારા રેસકોર્સ ખાતે માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમમાં આતશબાજી યોજવામાં આવે છે. ગત વર્ષે કોરોનાનું સંક્રમણ ચરમસીમાએ હોવાના કારણે આતશબાજી યોજી શકાય ન હતી. આ વર્ષે સંક્રમણમાં ચોક્કસ ઘટાડો નોંધાયો છે પરંતુ હજુ સંપૂર્ણપણે કોરોનાએ આપણા વચ્ચેથી વિદાય લીધી નથી.સલામતી અને સાવચેતીના ભાગરૂપે આ વર્ષે પણ ધનતેરસના દિવસે આતશબાજી નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથો સાથ દિવાળી કાર્નિવલનું આયોજન પણ રદ કરવામાં આવ્યું છે.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Rajkot: Fireworks-Diwali carnival will not be held in Dhanteras

Related posts

રાજકોટ શહેરમાં યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સનું ધૂમ વેચાણ ?

aasthamagazine

રાજકોટ : આરકે ગૃપ : આવક વેરા વિભાગ દ્વારા બેન્કનું લોકર ખોલવામાં આવ્યું

aasthamagazine

પોલીસની કામગીરીને કારણે ગુનાખોરીનો ગ્રાફ ઘટયો : પો. કમિ. મનોજ અગ્રવાલ

aasthamagazine

રાજકોટ : ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને લાગી લોટરી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 26/02/2022

aasthamagazine

રાજકોટ : નકલી દૂધ-દૂધમાં ફેટ વધારવા માટે તેલ અથવા વેજિટેબલ ઘી

aasthamagazine

Leave a Comment