



સરકારી નોકરી કરતા દંપતીનું કાર્ય સ્થળ એક રાખવા સરકારે નક્કી કર્યું છે. જાહેર હીત, વહીવટી જરૂરિયાત અને કામના હિતને પ્રાધાન્ય આપવાનું રહેશે. આવી બદલીઓ પારદર્શક અને સમયબધ્ધ રીતે થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. રાજય, પંચાયત સેવા કે રાજયના જાહેર સાહસોમાં નોકરી કરતાં દંપતીઓ માટે નિર્ણય લાભદાયી રહેશે.
સામાન્ય વહીવટ વિભાગના ઉપ સચિવ સુશીલ વ્યાસે પરિપત્રમાં જણાવ્યા મુજબ, રાજય સેવા, પંચાયત સેવા કે રાજયના જાહેર સાહસોમાં નોકરી કરતાં દંપતિને શક્ય હોય ત્યાં સુધી બંનેને એક જ સ્થળે અથવા નજીકના સ્થળે રાખવા કોશિષ કરવી, જે સ્થળે પતિ કે પત્ની હોય તે જ સ્થળે પતિ કે પત્નીને ચાલુ રાખવા કે કોઇ એક સ્થળે બંનેને નિયુક્તિ આપવાની માંગણીઓ સક્ષમ કક્ષાએ સહાનુભૂતિપૂર્વક વિચારવી, આવી વિચારણાંની પ્રક્રિયા દરમિયાન સક્ષમ સત્તાએ જાહેર હીત, વહીવટી જરૂરિયાત અને કામના હિતને પ્રાધાન્ય આપવાનું રહેશે.
દિવ્યાંગ કર્મચારી તેમ જ કરાર આધારે ફીક્સ પગારથી નિમણૂંક મેળવનાર મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા એક વર્ષની સેવા બજાવી હોય અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષની સેવા બજાવી હોય અને આવા ઉમેદવારો જો બદલી માટે અરજી કરે ત્યારે આવી અરજીઓ ઉપર વિચારણાં કરી બદલી કરી શકાશે તેવી જોગવાઇ કરવામાં આવી છે.
સૂચનાઓ મુજબ જાહેર હિત, વહીવટી જરૂરિયાતો તથા કામના હિતને પ્રાધાન્ય આપીને શક્ય હોય ત્યાં સુધી પતિ-પત્નીને એક જ સ્થળે રાખવા અંગેના તેમ જ દિવ્યાંગોની બદલી અંગેના માર્ગદર્શક સિધ્ધાંતોનું સર્વ વિભાગોએ પાલન કરવાનું રહેશે. સચિવાલયના વિભાગો તથા ખાતાના વડાઓ દ્વારા આ માર્ગદર્શક સૂચનાઓ સાથે સુસંગત ન હોય તેવી કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલી હોય તો તેને સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ સમકક્ષ કરવા માટે સામાન્ય વહીવટ વિભાગના પરામર્શમાં જરૂરી જસ્ટીફીકેશન સાથે સત્વરે સમીક્ષા કરવાની રહેશે. સમીક્ષા કરતી વખતે પણ જાહેરત હીત, વિભાગની જરૂરિયાત અને કામગીરીને પ્રાધાન્ય આપવાનું રહેશે.
વધુમાં નિયમિત ભરતી પ્રક્રિયાથી કરાર આધારે ફીક્સ પગારથી નિમણૂંક મેળવનાર મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા એક વર્ષની સેવા બજાવી હોય અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષની સેવા બજાવી હોય ત્યારે બદલી કરી શકાય તેવી જોગવાઇ છે. પરંતુ જો પતિ-પત્નીને એક જ સ્થળે / નજીકના સ્થળે રાખી શકાય તેમ હોય તેવા કિસ્સામાં પુરુષ કર્મચારીએ એક વર્ષની સેવા બજાવી હોય તો પણ એક વર્ષ બાદ તેમની બદલી- જિલ્લા ફેર બદલી કરી શકશે.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#The government decided to keep the work place of the couple working in a government job