#The arrival of winter, the early morning pink chill
Aastha Magazine
#The arrival of winter, the early morning pink chill
ગુજરાત

શિયાળાનું આગમન, વહેલી સવારે ગુલાબી ઠંડી

વરસાદે સત્તાવાર વિદાય લીધી છે. ત્યારે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડે છે. રાતનું તાપમાન પણ ઠંડુ થઈ જતાં ફરીવાર ઠંડીનો અનુભવ કરાવે છે.
પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે

હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. આગામી પાંચ દિવસમાં પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કુ રહેશે. ભાદરવા મહિનાનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે. ઠંડી શરૂ થતાં જ ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં પણ વધારો થયો છે.
એક સપ્તાહ બાદ ઠંડીનું જોર વધશે

હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે. આ વખતનો શિયાળો પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકોને બરાબરના થથરાવશે. ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે.

રાજયના 14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ

ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#The arrival of winter, the early morning pink chill

Related posts

સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 11%નો વધારો

aasthamagazine

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી

aasthamagazine

કરફયુ જાહેરનામાની કડક અમલવારી શરૂ

aasthamagazine

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની પ્રેસ કોન્ફરન્સ – 08/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 7 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ 07/01/2022

aasthamagazine

Leave a Comment