#Abdul Kalam: From selling newspapers to the President of the country
Aastha Magazine
#Abdul Kalam: From selling newspapers to the President of the country
રાષ્ટ્રીય

અબ્દુલ કલામ : છાપુ વેચવાથી લઈને દેશના રાષ્ટ્રપતિ સુધી

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે એયરોનૉટિકલ એંજિનયરના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ હિન્દુસ્તાનની બે મોટી એજંસીઓ ડિફેવ્ંસ રિસર્ચ એંડ ડેવલોપમેંટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અને ઈંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના પ્રમુખ રહ્યા હતા.

બંને એજંસીઓમાં તેમને ખૂબ સારુ કામ કર્યુ. હિન્દુસ્તાનના પ્રથમ રોકેટ એસએલવે-3ને બનાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી. પોલર સૈટેલાઈટ લોન્ચ વેહિકલ (પીએસએલવી) બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી.
હિન્દુસ્તાનના પ્રથમ મિસાઈલ પૃથ્વી મિસાઈલ અને પછી ત્યારબાદ અગ્નિન મિસાઈલને બનાવવામાં પણ ડોક્ટર કલામનુ મુખ્ય યોગદાન રહ્યુ છે.
પરમાણુ કાર્યક્રમમાં ભૂમિકા
આપણે એ ક્યારેય ન ભૂલવુ જોઈએ કે ભારતે 1998માં જે પરમાણુ પરીક્ષણ કર્યુ હતુ તેમા પણ ડો. કલામની વિશેષ્ટ ભૂમિકા હતી. એ સમયે તેઓ ડીઆરડીઓના પ્રમુખ હતા. હિન્દુસ્તાનને દુનિયાની મોટી તાકત બનાવવાને કારણે દેશના ઈતિહાસમાં તેમનુ નામ સ્વર્ણિમ અક્ષરથી
લખવામાં આવશે.
દુનિયાના ગણ્યા ગાઠ્યા રાષ્ટ્રપ્રમુખ જ એવા હશે જેમણે તેમના જેટલી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત હશે.
વૈશ્વિક રાજનીતિમાં પણ તેમની મુખ્ય ભૂમિકા હતી. તેઓ ખૂબ મોટા માનવતાવાદી હતા. તેઓ મૃત્યુદંડ આપવાના વિરુદ્ધ હતા. ખાસ કરીને ન્યાયાલય દ્વારા.
તેમના જેવો બીજો કલામ મળવો મુશ્કેલ
તેઓ પોતાના એક જુદા વ્યક્તિત્વવાળા હતા. તેમના જેવો બીજો થવો મુશ્કેલ છે.
તેમનો બાળકો પ્રત્ય જે પ્રેમ
હતો તેને જોઈને આશ્ચર્ય થતુ હતુ.
આટલા મોટા વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી તેઓ બાળકો સાથે ખૂબ ઉંડો જોડાવ અનુભવતા હતા. તેઓ બાળકો સાથે બાળકોની જેમ વાત કરતા હતા.
ડો. કલામ જન્મથી મુસ્લિમ હતા પણ તેમનો જન્મ હિન્દુઓના એક મુખ્ય શહેર રામેશ્વરમમાં થયો હતો. ભારતીય સંસ્કૃતિ સાથે તેમનો ઉંડો સંબંધ હતો. તેમનુ પુસ્તક ‘અગ્નિ કી ઉડાન’ નવયુવાનો માટે પ્રેરણાદાયક છે. તેઓ પોતાના ભાષણોમાં પણ યુવાઓમાં જોશ ભરી દેતા હતા.

તેમણે પોતાના શાળાકીય દિવસોમાં છાપુ વહેંચવાનુ કામ કર્યુ હતુ. છાપુ વેચવાનુ શરૂ કરીને દેશના વૈજ્ઞાનિક શક્તિ બનવુ પછી ભારતના રાષ્ટ્રપતિ બનવુ એક વિલક્ષણ ઉપલબ્ધિ છે. આવુ એ જ કરી શકે છે જેમના વિચાર ખૂબ મોટા હોય અને વિજ્ઞાનમાં ઉંડો રસ હોય. આ બંને વસ્તુઓ વચ્ચે તેમની તુલના મુશ્કેલ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Abdul Kalam: From selling newspapers to the President of the country

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

અફગાનિસ્તાનમાં ફંસાયેલા ભારતીય એયરપોર્ટ પહોંચ્યા

aasthamagazine

કેન્દ્ર સરકારે છ રવિ પાકના ટેકાના ભાવ વધાર્યા

aasthamagazine

ભારતે 100 કરોડ રસીકરણનો ઐતિહાસિક લક્ષ્‍‍ય હાંસલ કર્યો

aasthamagazine

ભારતીય રેલવે : ટ્રેનમાં એસી યાત્રા થશે સસ્તી-૮૦૬ નવા કોચ તૈયાર કરશે

aasthamagazine

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દર મહિને 1,000થી 1,500 કરોડ રૂપિયાના ટોલની આવક આપશે

aasthamagazine

Leave a Comment