



રાજ્યમાં સરકારી કચેરીઓમાં અનેક જગ્યાએ લાલિયાના કિસ્સા પ્રકાશમાં આવે છે. રાજ્યમાં ગામડાંઓમાં નોકરી કરતા તલાટી ગેરહાજરીની બૂમરાડ સતત આવે છે. ત્યારે સરકારે લાલ આંખ કરતાં કડક વલણ અપનાવ્યું છે. રાજ્યના ગામડાઓમાં તલાટીઓની ગેરહાજરીની ફરિયાદો સતત આવતાં સરકારે તમામ પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ બાયોમેટ્રિક સિસ્ટમથી ઓનલાઇન હાજરી પુરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઈ-તાસના માધ્યમથી હાજરી પૂરવાનો નિર્ણય લીધો હતો. જેનો
રાજ્યના તલાટી મંત્રીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અલગ અલગ કારણો આપીને તલાટી મંત્રીઓએ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે સતત મળતી તલાટી, તલાટી કમ મંત્રીની ગેરહાજરી અને કામચોરીની ફરિયાદો બાદ પંચાયત વિભાગે કડક વલણ અપનાવ્યું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Talatis can’t kill Gulli: Attendance with biometric system