#Panchmahal: Woman TDO caught taking bribe
Aastha Magazine
#Panchmahal: Woman TDO caught taking bribe
Other

પંચમહાલ : મહિલા TDO લાંચ લેતા ઝડપાયા

પંચમહાલ જિલ્લાના શહેરાના મહિલા TDO ઝરીના વસીમ અંસારી કોન્ટ્રાક્ટર પાસેથી 4.45 લાખ માગવાના લાંચ કેસમાં એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. શહેરામાં TDO ઝરીના અંસારીની ગ્લેમરસ તસવીરો આવી છે. ઝરીના અંસારી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.

હેમંત પ્રજાપતિ તથા કિર્તીપાલ સોલંકીએ ફરિયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ તથા આરોપી ટીડીઓ ઝરીનાબેને આરોપી રીયાઝ મનસુરી મારફતે રૂા. 2,45,000ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે બુધવારે એસીબીએ છટકું ગોઠવી આરોપી હેમંત પ્રજાપતિ, આરોપી કિર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મનસુરીને કોન્ટ્રાકટરની ઓફિસેથી 1-1 લાખની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતાં. તથા ટીડીઓ વતી લાંચ લેવા આવેલા રીયાઝ મનસુરીને શંકા જતાં લાંચની રકમ લીધી ન હતી.

આરોપી હેમત પ્રજાપતિ અને કીર્તીપાલ સોલકી લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા હતા. જ્યારે TDO ઝરીના અન્સારી વતી લાંચ લેવા આવેલા આરોપી રીયાઝ મનસુરીને પણ ઝડપી લીધો હતો. શહેરા ટીડીઓ ઝરીનાબેન વચેટીયા મારફતે લાંચની માંગણી કરતાં અમદાવાદ એસીબીના પોસઇ કે.કે.ડીંડોડ તથા સ્ટાફે ટીડીઓને પકડી લીધા હતા.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Panchmahal: Woman TDO caught taking bribe

Related posts

યાત્રી બસ અને સ્કુલ બસોમાં રાખવી પડશે ફાયર એલર્ટ

aasthamagazine

IT સેક્ટરમાં 27 લાખ લોકોને મળી નોકરીની તક : પીએમ મોદી

aasthamagazine

પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ

aasthamagazine

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું અવસાન

aasthamagazine

ધારીના તુલશીશ્યામ રોડ પર બે સિંહો અચાનક રોડ પર આવી ગયા

aasthamagazine

કોળી સમાજની બેઠક : કુવરજી બાવળિયાની ફરી નિમણૂક

aasthamagazine

Leave a Comment