



ગુજરાતમાં સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. દિવાળીને લઈને સરકારે આ વખતે સરકારી કર્મચારીઓનો પગાર વહેલા થશે તેવું નિર્ણય કર્યો છે, મહત્વનું છે કે 4 નવેમ્બરે દિવાળી આવતી હોવાથી સરકારી કર્મચારીઓને પગારને લઈને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સરકારે દિવાળી પહેલા જ કરી પગાર કરી દેવાની સૂચના આપી દીધી છે જેથી સરકારી કર્મચારીઓ સારી રીતે દિવાળી ઉજવી શકે, દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ વખતે દિવાળી 4 નવેમ્બરે આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓનો પગાર 25 કે 26 ઓક્ટોબર સુધીમાં કરી દેવામાં આવશે,એટલું જ નહીં વધુમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન વહેલા જમા થશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Gujarat: #Government #employees will get early pay